National

“મંત્રાલયમાં બૉમ્બ છે”: મહારાષ્ટ્ર સચિવાલયમાં ફોન આવતા દોડધામ મચી ગઈ

મુંબઇ / નાગપુર : મુંબઈ પોલીસ (Mumbai police) કર્મચારીઓએ રવિવારે અહીંના મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના સચિવાલય (secretariat) ખાતે સર્ચ ઓપરેશન (Search operation) હાથ ધર્યું હતું કારણ કે સચિવાલયમાં બોમ્બ મૂકવામાં આવ્યો (bomb planted) હોવાનો એક ફોન કોલ (phone call) આવ્યો હતો.

જો કે બાદમાં ખબર પડી હતી કે આ એક બનાવટી ચેતવણી (miss leading warning) હતી. નાગપુર જિલ્લાના એક ખેડૂત તરીકે ઓળખ થયેલા કોલરે આ બિલ્ડીંગમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી. જે એક નકલી કોલ (duplicate call) નીકળ્યો હતો. એમ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઇ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બપોરના 12.40 વાગ્યે મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલને એક અજાણ્યા કોલરનો ફોન આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મંત્રાલયમાં બૉમ્બ લગાવવામાં આવ્યો છે.

બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની સાથે પોલીસ કર્મચારીઓની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. પરંતુ, તે એક ફર્જી કોલ હોવાનું બહાર આવ્યું હતું. મંત્રાલય પરિસરમાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયું હતું. પરંતુ, કોઈ શંકાસ્પદ ઑબ્જેક્ટ મળ્યો નહોતો. નાગપુર ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોલ કરનારને પૂર્વ મહારાષ્ટ્રના નાગપુરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો જે ખેડૂત હોવાનું બહાર આવ્યું હતું. જેને કથિત રીતે તેણે પોતાની હસ્તગત કરેલી જમીન માટે વળતરની માંગણી માટેની વારંવાર કરેલી અરજીઓ તરફ સરકાર અને વહીવટનું ધ્યાન દોરવા માટે આ કોલ કર્યો હતો.

ખેડૂતને આ કોલ કર્યાના બે કલાકમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ ખેડૂતની ઓળખ સાગર માન્ધ્રે (40) તરીકે થઈ હતી.
માંધ્રેની નાગપુર જિલ્લાના ઉમરેડ તહસીલના મકરધોકડા વિસ્તારમાં સાત એકર જમીન હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, તેણે તે જમીનનો થોડોક ભાગ એક માણસને વેચી દીધો હતો જ્યારે કેટલાક ભાગને વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ડબ્લ્યુસીએલ) દ્વારા 1997માં હસ્તગત કરવામાં આવ્યો હતો. ખેડૂતે ઉમરેડ પોલીસને જણાવ્યું હતું કે, ડબલ્યુસીએલે તેમની હસ્તગત કરેલી જમીનનું વળતર ચૂકવ્યું નથી.

અધિકારીએ જણાવ્યું હતું કે, ખેડૂતે દાવો કર્યો હતો કે તે છેલ્લા બે દાયકાથી તેની જમીનનું વળતર મેળવવા માટે ઘણા પ્રયાસ છે અને વહીવટને પણ અનેક પત્રો લખ્યા હતા.

Most Popular

To Top