જેનરિક દવા અને નોન-જેનરિક દવા વચ્ચેનો મુખ્ય તફાવત કિંમત છે. જેનરિક દવાના ઉત્પાદન માટે, પેટન્ટ સંબંધિત ખર્ચ અને બ્રાન્ડ-નેમ નોન-જેનરિક દવા જેવા વિશિષ્ટ અધિકારોની જરૂર નથી. તેથી, જેનરિક દવાઓની કિંમત ઓછી હોય છે, બે દવાઓમાં રંગ, આકાર, પેકેજિંગ અને નિષ્ક્રિય તત્ત્વો અલગ છે. બંને વચ્ચેનો બીજો તફાવત એ સમાપ્તિ તારીખ છે. કેટલીક જેનરિક દવાઓ નોન-જેનરિક દવા કરતાં એક્સપાયરી ડેટ વધારી શકે છે. જેનરિક દવાઓની કિંમત ઓછી છે પરંતુ ઓછી અસરકારક નથી. આ દવાઓના ઉત્પાદકો વિકાસ, સંશોધન, પ્રાણી અને માનવીય ક્લિનિકલ ટ્રાયલ, માર્કેટિંગ અને જાહેરાતો પર પૈસા ખર્ચતા નથી.
એક્સપાયર થયેલ પેટન્ટ ધરાવતી નોન-જેનરિક દવા જેનરિક દવા વેચવાના લાયસન્સ માટે અરજી કરી શકે છે, જેનું મૂલ્યાંકન અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂર કરવામાં આવે છે. જો તે સલામતી અને ગુણવત્તાનાં ધોરણોને પૂર્ણ કરતી હોય. ફાર્માકોવિજિલન્સ કેન્દ્રો દવાઓની સલામતી અને આડ અસરોનું નિરીક્ષણ કરે છે. તેઓ ખાતરી કરે છે કે ગ્રાહકો અસરકારક અને સલામત દવાઓ મેળવી રહ્યાં છે. શક્ય હોય તો જેનરિક દવાઓ માટે ડૉક્ટરોને વિનંતી કરવી એ સમયની જરૂરિયાત છે. જો ત્યાં કોઈ વિકલ્પ ન હોય, તો તમારા ડૉક્ટર સાથે તમારી ચિંતાઓની ચર્ચા કરો પરંતુ નાણાંકીય અવરોધોને કારણે સારવાર બંધ ન કરવાનો પ્રયાસ કરો.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાગનો વાઘ
કાગનો વાઘ એટલે વધારીને ખૂબ મોટી હો હા કરવી એ, રજનું ગજ. કાગનો વાઘ કરવો એટલે નજીવી વાતને મોટું રૂપ આપવું. આ રોગ ખાસ કરીને વાતના તડાકાફડાકા, ગપ્પાં મારનારને લાગુ પડે છે. આ સ્વભાવવાળી વ્યકિત વાતનું વતેસર કરી નાંખે. સામાન્ય પ્રસંગ કે બાબતમાં ભારે ગૂંચવણ ઊભી કરી દે છે. કોઈ પણ કામમાં વધુ વખત ન લાગે એવું કામ કરવાની રીત સારી છે, પણ વધુ ઉતાવળ, ઝટપટ, અધીરાઈ અને દોડધામ તકલીફ ઊભી કરે છે. ઉતાવળિયું, ગભરાયેલું અને ઉતાવળ કરનારું અને કરાવનારું વખત બચાવે પણ ગૂંચવાડા ઊભા કરે પછી સૌને તકલીફમાં મૂકી દે છે.
કેટલાક તો બોલવામાં એટલી ઉતાવળ કરે કે વાત ન પૂછો. પછી લોચાલાપસી થાય અને માફી માંગવાનો સમય આવે. જે બોલો, જે કરો તે વિચારીને કરવું જોઈએ. જીભ એવી ચાલે કે ભલભલાને આંટીએ ચડાવે અને પછી પોતે ચક્રવ્યૂહમાં ફસાઈ જાય. વધુ પડતી વાચાળતા, મુશ્કેલી પેદા કરે છે. સામેવાળી વ્યકિતને આપણી વાતો સમજાવી જોઈએ. સૌને ગમે એવી વાણી એટલે મધુરતા. જલદી અને કટુતાયુક્ત વાણીથી વ્યકિત અપ્રિય બની જાય છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
