Charchapatra

દેશના મુદ્દા શું છે?

હમણાં જોત જોતાંમાં આ સ્પષ્ટ બહુમત ધરાવતી સરકાર ને દશ વર્ષ પૂરાં થઈ જશે. સમય સમય પર દેશમાં ચૂંટણીઓ ચાલતી રહે છે.વિકાસના નામ પર રાજનીતિ ની વાત કરનારા પક્ષના એક પણ નેતા,એક પણ પ્રવકતા કે પછી એક પણ ન્યુઝ ચેનલો પર મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કથળતી બાબત, યુવાનોમાં ડ્રગ્સની આદત,યુવાનોમાં વધી રહેલા આત્મહત્યા ના બનાવો,યુવાનો માં વધી રહેલા હાર્ટ એટેકના બનાવો, ખેડૂતોની લોન માફી ન થવાથી તેમની પારાવાર સમસ્યાઓ,દેશના શેહરોમાં વધી રહેલા પ્રદૂષણ આવા પ્રજાને લગતા એકપણ મુદ્દે જો કોઈ વાત થતી હોય.એની જગ્યાએ પેલાએ મને આટલી ગાળો આપી અને મારું અપમાન કર્યું ને આ અપશબ્દ કીધા ને ફલાણુંને ઢિકણુંને, હિન્દુ મુસ્લિમ ને સનાતન ધર્મ ખતરામાં ને હિન્દુ ખતરામાં બસ આજ બધું ચાલે છે.હવે તો જે સરકારના સમર્થકો છે એ પણ સો ટકા સમજી ગયા છે કે આ હાથી ના દાંત જેવું છે પણ બીચારા સમર્થકો જાય તો જાય ક્યાં અને કહે તો કહે કોને? આમ જ ચાલશે તો સો ટકા આપણે વિશ્વગુરુ બની જ જઈશું ને!
સુરત     – કિશોર પટેલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઉમેદવાર તે બે મત ક્ષેત્રોમાંથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ
આપણા કાયદા મુજબ કોઇપણ ઉમેદવાર બે મતક્ષેત્રોમાંથી ચૂંટણી લડી શકે છે. આ જોગવાઇ અન્યાયકર્તા છે. કારણ કે બે જગ્યાએથી સફળ ચૂંટણી લડનાર વિજેતા ઉમેદવાર એક બેઠક પરથી લડનાર વિજેતા ઉમેદવારે એક બેઠક પરથી રાજીનામુ આપવુ જોઇએ. ત્યાં પેટા-ચૂંટણી યોજાય છે અને તેનો ખર્ચ સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાય છે.

અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ ટંકારા અને વિસાવદર તેમજ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને બનારસથી ચૂંટાયા હતા. હવે આવો ઉમેદવાર પોતાના હિત ખાતર બે માપ ક્ષેત્રોમાંથી ચૂંટણી લડે છે. તો થનાર સંભવિત પેટા-ચૂંટણીનો ખર્ચ તેની પાસેથી અગાઉથી વસૂલવો જોઇએ. જો તે બને મતક્ષેત્રોમાં સફળ થાય તો તેને કોની પાસેથી વસૂલ લેવાયેલ ખર્ચ સાર્થક છે. જો તે એક જગ્યાએથી ચૂંટાય તો તેને રીફંડ મળવું જોઇએ. ખરેખર તો આવી કાયદાકીય છૂટ જ હોવી ન જોઇએ.
પાલનપુર જી. બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top