Charchapatra

વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી દરરોજ

આજકાલ વિધિદ્દ દિવસો ઉજવવાની પરંપરા ખૂબ પ્રચલિત છે. આ પૃથ્વી પર જીવ સૃષ્ટિમાં સૌથી બુધ્ધિશાળી જીવ મનુષ્ય છે. ઉત્ક્રાંતિની શરૂઆતમાં મનુષ્ય અન્ય જીવની જેમ જ કુદરતી ભૂમિકામાં જીવતો પરંતુ કદાચ પ્રકૃતિના નિયમોમાં જેમ અન્ય જીવ જીવે છે તેમ પ્રાકૃતિક જીવન જીવાયે અને નૈસગિકિ રીતે કુદરતી સમંતુલન જળવાતો અને જીવન યાત્રા પૂર્ણ થતી. આજે પણ અન્ય જીવ તો એ રીતે જ એટલે કે પ્રકૃતિના નિયમોના અનુપાલનમાં જ જીવે છે પરંતુ મનુષ્યએ જયારથી ઔદ્યોગિક ક્રાંતિ સાધી છે એટલે કે કૃષિ ક્રાંતિ જે જરૂરી હતી.

તેનાથી વિમુખ ભૌતિકતા અને સુખની જ ખેવનાના પરિણામ સ્વરૂપ વિકાસ કરતો ગયો તેમ તેમ તેણે પ્રાકૃતિક સંશાધનોના વિનાશ તરફ અત્યંત કૂરતા પૂર્વકનું વલણ દાખવ્યું અને છેવટે આઝે અનેક પરિણામો વૈશ્વિક ધોરણે સામે આવ્યા એટલે અચાનક સફાળો જાગ્યો. પરંતુ જીવનશૈલી આજે એ રીતની છે કે પર્યાવરણ વિનાશક પરિબળોને થોડા સમય પૂરતું સંપૂર્ણ ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી આ પૃથ્વી તેનું આવરણ તેની મૂળ સ્થિતિ પામી શકશે નહીં. માત્ર એક દિવસ ઉજવણી કરવાથી કંઇ નહી થાય દરેકે દરેકે વિશ્વ નાગરિકે પર્યાવરણ તરફ લક્ષ્ય સાધી ભૌતિક સુખનો ત્યાગ કરી આવનારી પેઢીના સુખાકારી માટે પણ વિચાર કરવો પડશે.
સુરત                સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top