Sports

રોહિતની કેપ્ટનશીપમાં વિરાટ નહીં રમે, સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, આ કારણ આપ્યું

મુંબઈ: (Mumbai) ટીમ ઈન્ડિયામાં (India) બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની તકરાર સપાટી પર આવી છે. BCCI દ્વારા T-20 બાદ વન-ડેના કેપ્ટનપદેથી વિરાટ કોહલીને (Virat kohli) હટાવી રોહિત શર્માને (Rohit Sharma) બંન ફોર્મેટનો કેપ્ટન બનાવી દેવાયો છે. ત્યાર બાદથી કેટલાંક વિવાદ (Controversy) સામે આવ્યા છે. ચર્ચા છે કે વન-ડેના કેપ્ટનપદેથી હટાવવાના BCCIના નિર્ણયથી વિરાટ કોહલી નારાજ છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની (South Africa tour) વન-ડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વિરાટ પોતાને અનઅવેલેબલ ગણાવ્યો છે. આ તરફ રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થયો છે. હેમસ્ટ્રીંગની જૂની ઈજા ફરી રોહિતને હેરાન કરી રહ્યાં હોવાના અહેવાલ છે. એકાદ મહિનામાં ઈજા સારી થયા બાદ તે વન-ડે માટે ઉપ્લ્બધ થાય તેવી શક્યતા છે. જોકે, હાલ વન-ડેની ટીમ જાહેર થઈ નથી. રોહિતની ઈજા અને વિરાટે પોતાનું નામ પાછું ખેંચી લેતા સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં કોને કેપ્ટનની જવાબદારી સોંપવી તે પ્રશ્ન BCCIને સતાવી રહ્યો છે. જોકે, વન-ડે સિરીઝ પહેલાં રોહિતની ઈજા સારી થઈ જાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.

આ ગતિવિધિઓના પગલે બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા ટુર પર એકબીજાની સામેની કેપ્ટનશીપમાં નહીં રમે તેવું ચિત્ર ઉભું થયું છે. તેથી ક્રિકેટ જગતમાં એવી ચર્ચા ઉઠી છે કે ટીમ ઈન્ડિયામાં બધું બરાબર નથી. બે મેચ વિનર બેટ્સમેન અને છેલ્લાં એક દાયકાથી ટીમ ઈન્ડિયાના કરોડરજ્જુ સમાન બે ખેલાડીઓ વચ્ચે મનમેળ રહ્યો નથી. તેથી જ તેઓ બંને એકબીજાની કેપ્ટનશીપ વાળી સિરિઝમાં રમી રહ્યાં નથી. ભારતનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થશે. ઓમિક્રોનના લીધે પ્રવાસ ટૂંકાવાયો છે. સાઉથ આફ્રિકામાં હવે ટીમ ઈન્ડિયા 3 ટેસ્ટ, 3 વન-ડે રમશે. 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝ શરૂ થશે, જેની કપ્તાની રોહિત સંભાળશે. આ વન-ડે સિરીઝમાંથી વિરાટે પોતાનુ નામ પાછું ખેંચ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ 4 ટી20 મેચ રમવાની હતી, પરંતુ ઓમિક્રોનના કારણે 17 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી પ્રવાસ પાછળ ધકેલવો પડ્યો હતો, જેના કારણે ટી20 શ્રેણી રદ કરવામાં આવી હતી.

દીકરી વામિકાના પ્રથમ બર્થ ડે માટે વિરાટ રજા લીધી હોવાના અહેવાલ

દીકરી વામિકાના પહેલાં બર્થ ડે માટે વિરાટે પોતાનું નામ પાછું ખેંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે 11 જાન્યુઆરીના રોજ વામિકાનો જન્મ થયો હતો. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ કોહલી પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવાનો પ્લાન બનાવી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામે 11 જાન્યુઆરીથી છેલ્લી ટેસ્ટ રમાશે. ત્યાર બાદ 19 જાન્યુઆરીએ વનડે સિરીઝ શરૂ થશે. છેલ્લી ટેસ્ટ રમ્યા બાદ વિરાટ વેકેશન પર જશે.

ન્યૂઝીલેન્ડ સામે આરામ કરનાર વિરાટ કેમ ફરી વેકેશન પર જવાનો?

વિરાટ પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી તે વિરાટને ગમ્યું નથી. હવે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી આરામ લેવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીના આરામના સમાચાર પણ ચોંકાવનારા છે કારણ કે તેને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી આ પગલું કેમ ઉઠાવી રહ્યો છે?

ઈન્જર્ડ રોહિત ટેસ્ટ સિરીઝમાંથી આઉટ, પણ વન-ડે રમશે તે બાબત પણ અચરજભર્યું

રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે અને આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ સામે સમસ્યા એ છે કે હવે વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે? જો વિરાટ કોહલી પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે, તો તે તેના માટે ઉપલબ્ધ નહીં હોય. બીસીસીઆઈએ પણ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જાહેરાત કરી નથી.

Most Popular

To Top