Sports

શું વિરાટ કોહલી સંન્યાસ લેવા જઈ રહ્યો છે? ઈમોશનલ પોસ્ટ મૂક્યા બાદ અટકળો શરૂ

મુંબઈ: ભારતીય ટીમના (Indian Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ (Virat kohli) 25 ઓગસ્ટના રોજ મોડી રાત્રે એક એવી ટ્વીટ (Twit) કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો અટકળો શરૂ થઈ ગઈ હતી. કોહલીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટમાં (Emotional Post) કેપ્ટન કૂલ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોનીને યાદ કર્યા. તેના આ ટ્વીટ બાદ કોહલીના રિટાયરમેન્ટની (Retirement) અટકળો શરૂ થઈ હતી. આ પોસ્ટ પરના મોટાભાગના યુઝર્સે આ પોસ્ટનો અર્થ વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પ્લાનમાંથી લીધો હતો. વિરાટની આ પોસ્ટ પર ઉદાસી ઇમોજી સાથે યુઝર્સ ખૂબ જ નારાજ દેખાયા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ વ્યક્તિનું આ વિશ્વાસપાત્ર ડેપ્યુટી (વાઈસ કેપ્ટન) બનવું મારા કરિયરનો સૌથી ખુશ અને રોમાંચક સમય હતો. અમારી ભાગીદારી હંમેશા મારા માટે ખાસ રહેશે, 7+18’… વિરાટે આ પોસ્ટના અંતે 7+18 લખ્યું છે, જેનો અર્થ છે કે ધોની 7 નંબરની જર્સી સાથે રમતા હતા, જ્યારે વિરાટ કોહલી 18 નંબરની જર્સી સાથે રમે છે. એટલા માટે કોહલીએ આ નંબરનો ઉલ્લેખ કર્યો છે. તે જ સમયે, ખાસ વાત એ છે કે 7 અને 18 નો સરવાળો 25 છે અને તેણે આ પોસ્ટ 25મી (25 ઓગસ્ટ)ની રાત્રે જ કરી હતી.

સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો
વિરાટ કોહલીની આ પોસ્ટથી ઘણા યુઝર્સ નારાજ થયા હતા. ઘણા લોકોએ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેમની નિવૃત્તિ વિશે અનુમાન લગાવતા ઉદાસ પણ દેખાયા હતા. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- મને લાગ્યું કે આ એક રિટાયરમેન્ટ પોસ્ટ છે. જ્યારે બીજાએ લખ્યું કે, કૃપા કરીને નિવૃત્તિ ન લો. અન્ય એક યુઝરે લખ્યું કે, પ્લીઝ મારા કિંગ રિટાયરમેન્ટ ન લો. આ સિવાય #Mahirat (માહી અને વિરાટ) પણ આ પોસ્ટ સાથે ટ્રેન્ડ કરવા લાગ્યા.

બ્રેક બાદ વિરાટ કોહલી પાકિસ્તાન વિરૂદ્ધ વાપસી કરશે
નોંધનીય છે કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છેલ્લી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારથી તે બ્રેક પર હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સીરીઝમાં ભાગ લીધો ન હતો. હવે બ્રેક બાદ તે એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચમાં ઉતરશે. પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ શાનદાર છે અને આ તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ હશે. વિરાટ કોહલીએ આ પહેલા ભારત માટે 102 ટેસ્ટ, 262 વનડે અને 99 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેના નામે 8074 ટેસ્ટ, 12344 ODI અને 3308 T20 આંતરરાષ્ટ્રીય રન છે. તેણે 70 સદી અને 122 અડધી સદી ફટકારી છે.

Most Popular

To Top