Entertainment

રવિન્દ્ર જાડેજાએ કહ્યું ઉર્વશી રૌતેલા સૌથી સેકસીએસ્ટ એકટ્રેસ

નવી દિલ્હી: ક્રિકેટર (Crickter) ઋષભ પંત સાથે હાલ ઉર્વશી રૌતેલાનું (Urvashi Rautela) નામ જોડાવામાં આવ્યું હતું. ક્રિકેટની દુનિયામાં હાલ ઉર્વશીનું નામ વધુ ગુંજી રહ્યું છે. હાલમાં જ તે મેચ જોવા માટે દિલ્હી પહોંચી હતી. જેમાં તેના લુકના કારણે તે ચર્ચાનો વિષય બની હતી ત્યારે હવે એક ક્રિકેટરે ઉર્વશી માટે કંઈક એવું કહ્યું છે કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી છે. તે હંમેશા પોતાની સુંદરતા, ફેશન સેન્સ અને એક્ટિંગથી ફેન્સના દિલને બહેકાવી દે છે. આ જ કારણ છે કે તે ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. એક્ટ્રેસનું નામ અવારનવાર ક્રિકેટર ઋષભ પંત સાથે જોડવામાં આવે છે પણ આ માટે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે ઉર્વશી ચર્ચામાં આવી છે અને તેનું કારણ એ છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેને બોલિવૂડની સૌથી સેક્સી અભિનેત્રી કહી છે.

ઉર્વશી તેના આકર્ષક દેખાવ અને અંદાજ માટે જાણીતી છે. વિશ્વભરમાં તેના ઘણાં ચાહકો છે. ઉર્વશી વિશે જાડેજાની તાજેતરની ટિપ્પણીએ તેની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. જે બાદ અભિનેત્રીના ચાહકોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. જાણકારી મુજબ એક ઈન્ટરવ્યુમાં જ્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પૂછવામાં આવ્યું કે તેને સૌથી સેક્સી અભિનેત્રી કોણ છે, તો તેણે ઉર્વશી રૌતેલાનું નામ લીધું હતું. ત્યારથી ક્રિકેટર અને અભિનેત્રી બંનેના ફેન્સ આ ઈન્ટરવ્યુની ચર્ચા કરી રહ્યા છે.

ઉર્વશી આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ઉર્વશી આગામી સમયમાં ‘365 ડેઝ’ સ્ટાર મિશેલ મોરોન સાથે જોવા મળશે. ઉર્વશી છેલ્લે વોલ્ટેર વરેયામાં મેગાસ્ટાર ચિરંજીવી સાથે પાર્ટી સોંગમાં જોવા મળી હતી. ઉર્વશી હવે રામ પોથિનેની સાથે જોવા મળશે. તે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડાની કો-સ્ટાર હશે. ઉર્વશી થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝ’માં મુખ્ય ભૂમિકા ભજવશે. તે સાઉથની ફિલ્મ ‘થિરુટ્ટુ પાયલ 2’ની હિન્દી રિમેકમાં પણ કામ કરતી જોવા મળશે.

Most Popular

To Top