Madhya Gujarat

મહિસાગરમાં બાકી લેણાંની વસૂલાતની ઝુંબેશ ઉપાડવા તાકીદ

સંતરામપુર : મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-1 અને 2ની બેઠક કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં કલેક્ટરે બાકી સરકારી લેણાની વસુલાતની ઝુંબેશ ઉપાડવા લાગતા વળગતા અધિકારીઓને આદેશ આપ્યો હતો. મહિસાગર કલેક્ટર ભાવીન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જેને કલેક્ટરે નિહાળ્યું હતું.

આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

આ જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં લુણાવાડા અને બાલાસિનોર ધારાસભ્ય તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ સંકલનમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, અધિક નિવાસી કલેકટર સી.વી. લટા, ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top