National

આસામમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, સલ્પીર સેલની ભરતી કરતા ગ્રુપના સભ્યો

આસામ: આસામ (Assam) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શનિવારે રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorists) ધરપકડ (Arrest) કરી હતી. આ બે શકમંદોના અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે સંબંધ ધરાવતા પુરાવા મળ્યા છે. પોલીસે જણાવ્યું કે બંનેની ગોલપારા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને વ્યક્તિની પૂછપરછ ચાલુ છે. 

ગોલપારા એસપી વીવી રાકેશ રેડ્ડીએ પૂછપરછ દરમિયાન આતંકવાદી સંગઠનના સભ્ય હોવાની કબૂલાત કરતા 
જણાવ્યું હતું કે, “બંને શંકાસ્પદ આતંકવાદી સંગઠનો સાથે સીધો સંબંધ ધરાવે છે. ઘરની તલાશી દરમિયાન તેના અલ-કાયદા સાથે સંબંધ હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે જેહાદી તત્વો, પોસ્ટર અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. તેમના મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે બંને શકમંદોએ બાંગ્લાદેશથી આવેલા જેહાદી આતંકવાદીઓને આશ્રય આપવા ઉપરાંત રાશન પૂરું પાડ્યું હતું. તેણે જિલ્લામાં સ્લીપર સેલની ભરતી કરવા માટે AQIS ના સભ્ય હોવાની કબૂલાત કરી છે. 

અગાઉ ત્રણ શકમંદ ઝડપાયા હતા 
અગાઉ આસામના ગોવાલપારા જિલ્લામાંથી ત્રણ શંકાસ્પદ જેહાદી ઝડપાયા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમને કસ્ટડીમાં લીધા છે. આમાંથી બે લોકોની ઓળખ અબ્દુસ શોભન અલી અને જલાલ ઉદ્દીન તરીકે થઈ છે. અબ્દુલ શોભાન અલી આયેશા સિદ્દીકા મદરેસાના ઈમામ હોવાનું કહેવાય છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બંને સિવાય શોભન અલીના મોટા ભાઈ અને ભત્રીજાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેમની ભૂમિકા અને તેઓ કોઈ જેહાદી જૂથ સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આસામ પોલીસ રાજ્યમાં કથિત રીતે કાર્યરત શંકાસ્પદ જેહાદી આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહી છે.

Most Popular

To Top