Madhya Gujarat

મહિસાગર જિલ્લામાં આજે આદિવાસી દિવસ ઉજવાશે

આણંદ : મહિસાગરના સંતરામપુર ખાતે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટરએ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ અન્વયે જરૂરી જવાબદારી સોંપી હતી. મહીસાગર જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુર ખાતે આરોગ્ય પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અતર્ગત કલેકટર ડો.મનીષકુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

મહીસાગર વાસીઓ 9મી ઓગસ્ટના રોજ ખુબજ ઉત્સાહ પૂર્વક વિશ્વ આદિવાસી દિવસનો જશ્ન મનાવશે. જિલ્લાકક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટરએ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ અન્વયે જવાબદારી સોંપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રીઓ-ડી જાનેરો બ્રઝીલમાં પૃથ્વી પરિષદ યોજી હતી. જેમાં 68 જેટલા દેશોના 400 જેટલા આદિવાસી આગેવાનો ભેગા થયા હતા અને ગહન ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે ૯મી ઓગસ્ટને દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 1994થી આ દિવસને સંયુક્ત રાષ્ટ્રે ઉત્સાહભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જુદા જુદા રાષ્ટ્રો, દેશ અને દુનિયા તથા રાજ્યોમાં જન જાગૃતિ પર્યાવરણ, વિશ્વ બંધુત્વની ભાવના વિકસે તે માટે સદભાવ સમરસતા વિકશે તેવા મૂળ ઉદેશથી આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આદિજાતિના લોકો દ્વારા અપાયેલા બલિદાનને પણ યાદ કરવામાં આવે છે.

Most Popular

To Top