Vadodara

કાલે અહીથી મોદી નિકળે… તો આ જીવલેણ ખાડો જોવા મળશે?

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા મોટી મોટી બંગ પોકારે છે અમે પ્રિ-મોન્સુનની કામગીરી કરી છે પરંતુ પ્રિ મોન્સુનની કામગીરી બે દિવસ પહેલા પડેલા વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારમાં પોપડા પહેલાજ વરસાદમાં પોપડા બહાર આવી ગયા હતા. જે ગાજરાવાડીથી ડભોઇ રોડ પર જતા રોડ પર ખાડા ખાડા જ જોવા મળે છે નજીવો પડેલો પહેલા વરસાદમાં જ ખાડામાં ભરાય ગયેલા પાણી જોવા મળી રહ્યા છે. આમ પાલિકાના રોડ શાખાના અધિકારીઓના ભ્રષ્ટાચારના પોપડા વરસાદ પડતા જ રોડ પર જોવા મળ્યા હતા.

પ્રિ-મોન્સુનની કામગીરીની મોટી મોટી વાતો કરનાર પાલિકાના સત્તાધીશો જાણે વડોદરા શહેરના નગર જનોને ફક્ત હેરાન પરેશાન કરવામાં જ રશ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરના ગાજરાવાડી થી ડભોઇ રોડ પર આવેલ બિસ્માર રોડની હાલતને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના સત્તાધીશોને આવા રોડ કેમ દેખાતા નથી તે ખબર પડતી નથી પાલિકાના સત્તાધીશો જાણે વડોદરા શહેરના દરેક વિસ્તારની કામગરી પૂર્ણ કરી દીધી હોય તેમ શાંતિથી કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ગઈકાલે જ પાલિકાની રોડ શાખાની હાલત ‘ગુજરાતમિત્ર’ દ્વારા એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો કે અગિયાર વાગી ગયા હોવા છતાં પણ કોઈ અધિકારી ઓફિસમાં જોવા મળ્યા નહોતા તે સંદર્ભે અધિકારીને વાત કરતા જણાવ્યું હતું કે દરેક અધિકારી ફિલ્ડમાં જઈને આવે છે જો આટલા બધા અધિકારી ફિલ્ડમાં હોય તે છતાં પણ વડોદરા શહેરના રોડ રસ્તાની હાલતતો કફોડી જ છે તો આધિકારી ફિલ્ડમાં જ જાય છે કે પછી બીજે ક્યાં તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.

આમ પાલિકાના સત્તાધીશોને ખબર છે ખરી વડોદરા શહેરના રોડ રસ્તાની હાલત બિસ્માર પરિસ્થિતિ જેવી છે.
આમ અમારા કેમેરા મેને આજ રોજ ગાજરાવાડીથી ડભોઇ રોડ સુધીના રોડ કેમેરામાં કેદ કર્યો હતો જેમાં પાલિકાના રોડ શાખાના ભ્રષ્ટાચારના પોપડા જોવા મળ્યા હતા. પાલિકાના અધિકારીઓ ના તો પેટનું પાણી પણ હલે નહી તેમને ફક્ત તેમનાજ વિકાસમાં રસ છે. વડોદરા શહેરીજનોના વિકાસમાં કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top