National

ડમ્પરે અડફેટમાં લેતાં સચિન બ્રિજ પર યુવાનના શરીરના બે ટૂકડા થઈ ગયા

સુરત: શહેરના સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) સંચા ખાતામાં કામ કરતા અને ત્યાં જ રહેતા યુવકનું ગઈકાલે સચિન બ્રિજ (Bridge) પર ડમ્પર અડફેટે (Accident) કરૂણ મોત (Death) નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકના શરીરના માંસના લોંદા અલગ અલગ પડી ગયા હતા અને શરીરના બે ભાગ થઈ ગયા હતા.

અલથાણ ખાતે વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં રહેતા 47 વર્ષીય પ્રવિણભાઈ વલ્લભભાઇ બાબરીયા સચિન જીઆઈડીસીમાં કારખાનું ચલાવે છે. તેમના કારખાનામાં માસ્ટરનું કામ કરતા નરેન્દ્રભાઈ ગંભીરભાઈ વસાવા (ઉ.વ.44, રહે.ગોવર્ધન સિલ્ક મીલ, સચિન જીઆઈડીસી)ના ઘરે ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે જીજે-05-એલઆર-6928 નંબરની બાઈકનું સચિન સાતવલ્લા બ્રિજ પર અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. રાત્રે નરેન્દ્રભાઈ બાઈક લઈને પલસાણા ચોકડી તેમના એક શેઠને મુકવા માટે ગયો હતો. નરેન્દ્રભાઈ પલસાણા ચોકડીથી ખાતા પર પરત ફરી રહ્યો હતો. ત્યારે સાત્વલ્લા બ્રિજ પર જીજે-21-ડબલ્યુ-8017 નંબરના ડમ્પરના ચાલકે નરેન્દ્ર ભાઈની બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો.

ડમ્પરે નરેંન્દ્રભાઇની બાઇકને પાછળથી ટક્કર મારતા નીચે પડી ઘસડી જતા તેના બન્ને પગ ચગદાઇને અલગ થઈ ગયા હતા. બન્ને હાથ ચગદાઇ ગયા તેમજ અર્ધ છાતી પણ ચગદાઇ ગઈ હતી. કમરના નીચેના ભાગેથી અર્ધ શરીર છુટુ પડી ગયું હતું અને માથું કચડાઈ શરીરના માંસાના લોંદા અલગ પડી ગયા હતા. સચિન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. એક પુત્ર તેમની સાથે જ રહેતો હતો. તે મુળ તાપી જિલ્લાના રહેવાસી હતા.

Most Popular

To Top