Madhya Gujarat

સિઝનનો સૌથી ગરમ દિવસ તાપમાન 41.5 ડિગ્રી પર પહોંચ્યું

આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં બુધવારના રોજ તાપમાન 40 ડિગ્રી પાર પહોંચતા મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉત્તર – પશ્ચિમ દિશામાંથી ગરમ પવન આવતા ગરમીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. પાંચ દિવસો દરમિયાન તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેલી છે. જેના કારણે ગરમીમાં વધારો થતા હિટવેવ થવાની શક્યતા રહેલી છે.

આણંદ – ખેડા જિલ્લામાં ગરમીનો પારો વધતો જાય છે. બુધવારના રોજ તાપમાન 40 ડિગ્રી પાર કરી 41.5 પહોંચતા સૌથી વધારે ગરમ દિવસ રહ્યો હતો. આવનારા દિવસોમાં તાપમાન 42 ડિગ્રી પાર જતા ગરમ લુ લાગવાની શક્યતા રહેલી છે. ઉત્તર – પશ્ચિમના ગરમ પવન ફુંકાતા ગરમીમાં વધારો જોવા મળશે. આ તાપમાનમાં વધારો થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા રહેલી છે. જોકે, મધ્ય ગુજરાતમાં હિટવેવ થવાની શક્યતા ઓછી છે. બુધવારના રોજ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને 4.1 પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાતા લોકો લુથી બચવા ઘરમાં ભરાયા હતા.

આણંદમાં 87 લોકોને ગરમીની અસર થઇ
આણંદ જિલ્લાના 108 એમ્બ્યુલન્સના અધિકારી વિશાલ પટેલ અને પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયાના જણાવ્યાનુસાર, આણંદમાં મે મહિનાના દરમિયાન 87 વ્યક્તિને ગરમીની અસર જોવા મળી હતી. જેમાં પેટમાં દુઃખાવા માટે 20 વ્યક્તિ, ઝાડા – ઉલ્ટીના 16, વધુ પડતો તાવ 14, ગરમીને લગતા હિટ વેવ સ્ટ્રોકનો એક, બેભાન અવસ્થાના 36 કેસ મળ્યાં હતાં.

Most Popular

To Top