Top News Main

રશિયન સેનાએ પુતિન સામે બળવો કર્યો: યુદ્ધ લડવા માટે કર્યો સાફ ઇનકાર

મોસ્કો: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુધ્ધના કારણે યુક્રેનનાં શહેરો(City) તબાહ થઇ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. જો કે આ યુદ્ધમાં રશિયા યુક્રેન સામે નિષ્ફળ સાબિત થઇ રહી છે. આ દરમિયાન માહિતી માહિતી પ્રમાણે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે. ખાકાસિયા ક્ષેત્રમાં રશિયાના રોસગવર્ડિયા નેશનલ ગાર્ડના ઓછામાં ઓછા 11 સભ્યોએ યુક્રેનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

દક્ષિણ સાઇબિરીયામાં ખાકાસિયાના રશિયન પ્રદેશમાં સ્થિત રશિયન ભાષાના ન્યૂઝ આઉટલેટના અહેવાલ મુજબ, 11 સભ્યો તેઓના આગેવાનના નિર્ણયોને પડકારવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા સૈનિકો યુદ્ધમાં ભાગ લેવા માંગતા નથી. તેઓને બાદમાં બોર્ડર કેમ્પમાંથી હટાવીને ખાકસિયા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહીં તેઓઆ આગેવાને તેમને પદ માટે ‘અયોગ્ય’ જાહેર કર્યા છે.

‘રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો’
આ અગાઉ પણ રશિયન સેના, ઘણી સૈન્ય નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે, તેણે તેના પોતાના સાધનોનો નાશ કર્યો છે અને યુદ્ધ લડવાનો અને આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો હતો. જેથી જવાનોનું મનોબળ ઘટી ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે રશિયન અથવા સોવિયેત સૈનિકોએ સંઘર્ષમાં આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોય. આ આવું અગાઉ પણ બની ચુક્યું છે.

ભૂતકાળમાં પણ સેનાએ બળવો કર્યો હતો
રશિયા અને જાપાનીઝ વચ્ચે યુદ્ધ દરમિયાન, રશિયન સૈનિકોએ જૂન 1905 માં બળવો કર્યો હતો. જે ઇતિહાસની પ્રખ્યાત ઘટનાઓમાંની એક છે. સુશિમાના યુદ્ધમાં રશિયન નૌકાદળનો મોટા ભાગનો કાફલો નાશ પામ્યો હતો અને તેમાં થોડા બિનઅનુભવી લડવૈયાઓ બચ્યા હતા. પછી 700 ખલાસીઓએ તેમના અધિકારીઓ સામે બળવો કર્યો હતો. જેથી ખરાબ કામ કરવાની પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વાસી માંસ પીરસવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં, જોસેફ સ્ટાલિને શરણાગતિ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ લાગુ કરીને સૈનિકોમાં આજ્ઞાપાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ચેચન્યા (1994-96) સાથે રશિયાના પ્રથમ સંઘર્ષમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા હતા.

Most Popular

To Top