National

દલાઈ લામાએ ચીનને છંછેડ્યું! મોંગોલિયન બાળક બૌદ્ધ ધર્મનો ત્રીજો સૌથી મોટો ધાર્મિક નેતા બન્યો

નવી દિલ્હી: બૌદ્ધ ધર્મના (Buddhism) સર્વોચ્ચ નેતા દલાઈ લામાએ (Dalia Lama) યુએસમાં (US) જન્મેલા મોંગોલિયન બાળકને (Mongolian Boy) તિબેટીયન બૌદ્ધ ધર્મમાં ત્રીજા સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક નેતા (Leader) તરીકે નામ આપ્યું છે. આ બાળક દલાઈ લામા અને પંચેન લામા પછી બૌદ્ધ ધર્મનો ત્રીજો સર્વોચ્ચ ધાર્મિક નેતા (Religious leader) બન્યો છે. આ બાળકની ઉંમર 8 વર્ષ જણાવવામાં આવી રહી છે. બૌદ્ધ ધર્મમાં ધાર્મિક નેતાઓના પુનર્જન્મનું વિશેષ મહત્વ છે.

બૌદ્ધ નેતા દલાઈ લામાએ 8 વર્ષના મોંગોલિયન છોકરાને તિબેટીયન બૌદ્ધ ધર્મના ત્રીજા સૌથી ઉચ્ચ શિક્ષક તરીકે નામાંકિત કર્યા છે. અહેવાલ આપ્યો છે કે લગભગ 600 મોંગોલિયનો તેમના નવા આધ્યાત્મિક નેતાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં લાલ ઝભ્ભો અને માસ્ક પહેરેલો બાળક 87 વર્ષીય દલાઈ લામાને મળતો દેખાય છે.

બાળકના માતા-પિતા અમેરિકામાં રહે છે
મોંગોલિયન રિપોર્ટ્સ અનુસાર, આ બાળક જોડિયા છોકરાઓમાંથી એક છે. આ બેના નામ અગુડાઈ અને અચિલ્ટાઈ અલ્તાનાર છે. તેના માતા-પિતાના નામ અલ્ટનર ચિંચુલુન અને મોન્ખનાસન નર્મદાખ છે. બાળકના પિતા, અલ્ટનર ચિંચુલુન, યુનિવર્સિટીના ગણિતના પ્રોફેસર અને રાષ્ટ્રીય સંસાધન જૂથના એક્ઝિક્યુટિવ છે. છોકરાની દાદી મંગોલિયાના ભૂતપૂર્વ સંસદસભ્ય ગર્મજાવ સીડેન રહી ચૂક્યા છે. બાળકની ઉંમર 8 વર્ષ જણાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બૌદ્ધ ધર્મમાં ધાર્મિક નેતાઓના પુનર્જન્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દલાઈ લામાએ આ બાળકને 10મા ખલખા જેત્સુન ધંપા રિનપોચેના પુનર્જન્મ તરીકે માન્યતા આપી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં બાળકને તિબેટના આધ્યાત્મિક નેતા તરીકે ઓળખવાનો સમારોહ યોજાયો હતો. આ તે જગ્યા છે જ્યાં 87 વર્ષીય દલાઈ લામા નિર્વાસિત જીવન જીવે છે. નિર્વાસિત તિબેટીયન સરકાર પણ આ જગ્યાએથી કામ કરે છે. આ સમારોહ મોંગોલિયાના પાડોશી ચીનને વધુ ગુસ્સે કરે તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર દલાઈ લામાએ 2016માં મંગોલિયાની મુલાકાત લીધી હતી, જેની ચીન દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. ચીનની સરકારે કથિત રીતે કહ્યું હતું કે આ મુલાકાતની ચીન-મોંગોલિયન સંબંધો પર નકારાત્મક અસર પડી છે. ઉલાનબાતર છોડતા પહેલા, દલાઈ લામાએ કહ્યું કે તિબેટીયન બૌદ્ધ ધર્મના ત્રીજા સૌથી મહત્વપૂર્ણ લામા, જેત્સુન ધંપા, મંગોલિયામાં પુનર્જન્મ પામ્યા હતા. ઘણા દિવસોથી તેને શોધવાના પ્રયાસો ચાલુ હતા.

Most Popular

To Top