National

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના આ ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી

નવી દિલ્હી : આતંકવાદી સંગઠન (terrorist organization) લશ્કર-એ-તૈયબાએ (Lashkar-E-Taiba) મુંબઈમાં માઉન્ટ મેરી ચર્ચને (Mount Mary Church) ઉડાવી દેવાની ધમકી આપી છે. આતંકવાદીઓએ મેલ દ્વારા ચર્ચને આ ધમકી આપી હતી. આ મેઈલ મળ્યા બાદ પોલીસે અજાણ્યા સામે કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 505 (3) હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ધમકીનો મેલ terror@gmail.com નામના એકાઉન્ટ પરથી મળ્યો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે આ ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યું છે.

  • ઐતિહાસિક મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની આતંકવાદીઓની યોજના
  • અત્યાર સુધી હોટલ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ જેવી જગ્યાઓ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં
  • માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકીના કારણે લોકોમાં ભયનો માહોલ છે

બોમ્બમારો કરવાના સમાચારે ખળભળાટ મચાવ્યો
માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ ધરાવતા આ ચર્ચ પર બોમ્બમારો કરવાના સમાચારે ખળભળાટ મચાવ્યો છે. આ ચર્ચ વિશે એવી માન્યતા છે કે અહીં મંગાવામાં આવેલી દરેક મન્નતો પૂર્ણ થાય છે. આ ચર્ચમાં દર વર્ષે 8 સપ્ટેમ્બરે મધર મેરીનો જન્મદિવસને ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં એક સપ્તાહ માટે અહીં મધર મેરી મેળો યોજાય છે. અહીં દરેક ધર્મના લોકો પોતાની મન્નત માંગવા આવે છે. મલાઈકા અરોરા, જોન અબ્રાહમ જેવી ઘણી હસ્તીઓ અહીં આવતી હતી. આ ચર્ચ 300 વર્ષથી મુંબઈની ઓળખ છે. તે 1640 માં બાંધવામાં આવ્યું હતું અને 1761 માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની આતંકવાદીઓની યોજના
મુંબઈનું માઉન્ટ મેરી ચર્ચ અત્યંત પૌરાણિક અને -સાંસ્કૃતિક ઓળખ ભારત ભરમાં ધરાવે છે. ભારતીય સંસ્કૃતિના સાક્ષી એવા માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકીના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મુંબઈ હંમેશા આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. પરંતુ અત્યાર સુધી હોટલ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ જેવી જગ્યાઓ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હતી. પરંતુ હવે મુંબઈમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની આતંકવાદીઓની યોજના સામે આવી છે. આ ધમકીભર્યા મેલને લઈને મુંબઈ પોલીસને એલર્ટ કરવામાં આવી છે.

Most Popular

To Top