Gujarat

રાજ્યમાં કોરોનાએ ગતિ પકડી, નવા 50 કેસ

ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વધી રહ્યો છે, અમદાવાદમાં તો જાણે કોરોના એ ગતિ પકડી હોય તેમ સૌથી વધુ અમદાવાદ મનપામાં આજે 15 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 કોરોના નવા કેસ નોંધાવા પામ્યા છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં એક કોરોના દર્દીનું મૃત્યુ પણ મૃત્યુ થયુ છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 318 પર પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા 09 થઈ છે તેમજ 309 દર્દીઓ સ્ટેબલ છે.

આજે રાજ્યભરમાં કોરોનાના વધુ 24 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 8,17,158 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે રાજ્યભરમાં નોધાયેલા વધુ કેસમાં અમદાવાદ મનપામાં 15, સુરત મનપા, વડોદરા ગ્રામ્યમાં 6-6, રાજકોટ ગ્રામ્ય, વડોદરા મનપામાં 4-4, કચ્છમાં3, ભાવનગર મનપામાં 2, આણંદ, ભાવનગર ગ્રામ્ય, ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર મનપા, નવસારી, સુરત ગ્રામ્ય, રાજકોટ મનપા, તાપી, વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમા અત્યાર સુધીમાં કોરોનાથી 10,094 દર્દીનું મૃત્યુ થયું છે.

ગુરાવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,21,081 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 13 અને બીજો ડોઝ 2,842, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 8,068 અને બીજો ડોઝ 1,05,018, 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 27,231 અને બીજો ડોઝ 2,77,909 મળી આજે કુલ 4,21,081 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,19,03,703 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top