Dakshin Gujarat

ટેમ્પોમાં સુરત લઇ જવાતો દારૂનો જથ્થો ભિલાડમાં પકડાયો

ઉમરગામ: (Umargam) સેલવાસથી સુરતના કડોદરા દારૂનો (Alcohol) જથ્થો ભરીને જતો એક આઇસર ટેમ્પોને ભિલાડ પોલીસે પકડી પાડી દારૂના જથ્થા સહિત રૂપિયા 13,72,400 નો કુલ મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની (Driver) અટક કરી હતી. તો બીજી તરફ પારડી પોલીસની ટીમે (Police Team) કલસર ચેકપોસ્ટ પર દમણથી દારૂ ભરીને આવતી કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 1 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

  • પોલિસ્ટર યાર્નની આડમાં ટેમ્પોમાં સુરત લઇ જવાતો દારૂનો જથ્થો ભિલાડમાં પકડાયો
  • બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 1 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભિલાડ પોલીસે મળેલી બાતમીના આધારે શનિવારે વોચ ગોઠવી ભિલાડ ઇન્ડિયા પાડા નરોલી પોલીસ ચેકપોસ્ટથી પોલિસ્ટર પાર્ટીયલ્લી ઓરિયન્ટેડ યાર્નની આડમાં સંતાડીને સેલવાસથી સુરત કડોદરા દારૂ બિયર વિસ્કી કિંમત રૂપિયા 67400 નો જથ્થો ભરીને જતો એક આઇસર ટેમ્પો નંબર જીજે-19 એક્સ-2854 ને પકડી પાડ્યો હતો અને ટેમ્પો ડ્રાઈવર આનંદ કુમાર ઉર્ફે બંટી ઉપાધ્યાય (મુળ રહે ઉત્તર પ્રદેશ સિદ્ધાર્થ નગર)ની અટક કરી હતી. જ્યારે સેલવાસના રામભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પાંચ લાખની કિંમતનો ટેમ્પો, યાર્ન, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 13,72,400 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી હતી.

પારડીના કલસર ચેકપોસ્ટ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
પારડી : પારડી પોલીસની ટીમે કલસર ચેકપોસ્ટ પર દમણથી દારૂ ભરીને આવતી કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 1 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન દમણ તરફથી દારૂ ભરેલી કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં બુટલેગરે કારને પૂરઝડપે હંકારી મૂકી હતી. જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. કાર પલસાણા કોસ્ટેલ હાઇવેથી પરત દમણ તરફ ભાગવા જતા કલસર કસ્ટમ ચેકપોસ્ટ આગળ ઝાડ સાથે અથડાઇ હતી.

જેમાં બેઠેલા બે ઇસમ કાર મૂકી ભાગવા જતાં ચાલક અપૂર્વ ઉર્ફે પીકું હરીશ પટેલ (રહે. દમણ મોટી વાંકડ) ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય એક ઈસમ જોય ઉર્ફે સ્કીમ એડવિન ખંભાતીયા (રહે હનુમાન ડુંગરી પારડી) ભાગી છૂટ્યો હતો. કારમાંથી પોલીસે દારૂની બોટલ નંગ 1200 જેની કિ.રૂ. 1.05.600, કાર ની કિ.રૂ. 3 લાખ સહિત કુલ રૂ.4.05.600 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પૂછપરછમાં આ કારનું પલસર બાઈક અને સ્વિફ્ટ કારમાં બે ઇસમ પાયલોટિગ કરતાં હોવાનું જણાવ્યુ હતું. જેમાં પાયલોટિંગ કરનાર યુગલ વિજય પટેલ, ભૌતિક વિજય પટેલ (બંને રહે પારડી હનુમાન ડુંગરી) અને ધ્રુવ પટેલ (રહે દમણીઝાંપા) તેમજ જીતુ પ્રેમાભાઈ પટેલ (રહે મોટી વાંક્ડ દમણ) અને ભાગી છૂટેલા પ્રશાંત પટેલ (રહે દમણ) સહિત 5 ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

Most Popular

To Top