SURAT

‘મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’

સુરત શહેરમાં (Surat City) બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું (Suiside) હતું. જેમાં પાલનપુર જકાતનાકામાં રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને રહસ્યમય સંજોગોમાં તો બીજી તરફ પાંડેસરામાં રસોઇ બાબતે માતાએ ઠપકો આપતા ધો.9ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.

સુરત (Surat) શહેરના રાંદેર (Rander) વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો તેવી સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નવી સિવિલમાંથી બનાવ અંગે મળતી માહિતી મુજબ, રાંદેર ખાતે સંત-તુકારામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ પરમાર મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક 15 વર્ષીય પુત્રી સોનલ છે. સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે સાંજે સોનલે ઘરમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સોનલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા સોનલ પાસે એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સોનલે મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો તેવું લખ્યું હતું. જો કે હજું સુઘી સોનલના આપઘાત પાછળનુ સાચું કારણ જાણી શકાયું નથી. પોલીસે સાચું કારણ જાણવા માટે વધારે તપાસ હાથ ધરી છે. દિકરીના આપઘાત બાદ તેના પિતા ડિપ્રેશનમાં સરી પડ્યા છે. આઘાત સહન નહીં કરી શકતા પિતાને પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

પાંડેસરામાં માતાએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું
પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. 9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ યુપીના પરંતુ હાલ પાંડેસરા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા સુભાષભાઇ ચૌધરીની 15 વર્ષીય પુત્રી સોનલ ધો. 9માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે સોનલને રસોઇ શીખવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. માતાએ આપેલા ઠપકાના આવેશમાં આવી સોનલે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતા સુભાષભાઇ પાંડેસરા પોલીસને આ ધટના અંગેની જાણ કરી હતી જે બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે.

Most Popular

To Top