SURAT

ગાંધીનગરથી ગાયબ થયેલા સુરતના વિદ્યાર્થીનો સામાન વિરારના જંગલમાં હાડપિંજર પાસે મળ્યો

સુરત: સુરતના (Surat) પૂણા વિસ્તારમાં રહેતો અને ગાંધીનગરની (GandhiNagar) કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Student) રહસ્યમય રીતે લાપતાં થઇ ગયો છે. રિઝલ્ટ (Result) લેવા ગાંધીનગર ગયેલા આ યુવક ગાયબ (Missing) થઇ ગયા બાદ મુંબઇ (Mumbai) નજીક વિરારના (Virar) જંગલમાંથી (Forest) એક હાડપિંજર (Skeleton) મળી આવ્યું હતું. હાજપિંજર પાસે યુવકનો સરસામાન (Goods) હોવાથી ત્યાંની પોલીસ એ યુવકે આપઘાત (Suiside) કર્યાનું કહી રહી છે. જ્યારે યુવકના પરિજનો આ મામલે મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરી તળિયા ઝાટક તપાસની માંગ કરી રહ્યા છે.

પૂણાગામની સુંદરવન સોસાયટીમાં રહેતાં હરેશભાઇ ભાલાળાનો પૂત્ર કેયૂર ગાંધીનગરની એલ.ડી.આર.પી. કોલેજમાં અભ્યાસ કરે છે. ગત 24મી સપ્ટેમ્બરના રોજ કેયૂર તેના છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ લેવા ગાંધીનગર જવા નીકળ્યો હતો. રાતે 10.20 ક્લાકે તેને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી સરકારી બસમાં બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ, તા. 25-8-2022 ના રોજ સવારના 7 કલાકે તેણે ફોન કરી તેની મમ્મીને જાણ કરેલ કે તે કોલેજ પહોંચી ગયો છે. તેની મમ્મીએ તેને ફોન કરી પૂછ્યું કે તું પાછો સુરત ક્યારે આવવાનો છે? તો કેયુરે ફોનમાં જણાવ્યું હતું કે તેને હજુ રીઝલ્ટ લેવાનું બાકી હોય તેથી એકાદ દિવસ વાર લાગશે.

ત્યારબાદ તા. 26-8-2022ના રોજ બપોરે 2 કલાકે પિતા હરેશભાઇએ કેયૂરને ફોન કર્યો હતો પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ, તા. 14-9-2022ના રોજ સાથે 6 કલાકે મહીધરપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવતા હરેશભાઇ પોલીસ મથક ગયા હતાં. જ્યાં પી.એસ.આઇ.એ તેમને જણાવ્યું હતું કે કેયૂર નું આઇ.ડી. કાર્ડ, મોબાઇલ, પાકીટ, બેગ, ચશ્મા તથા કપડા વિગેરે એક હાડપીંજર પાસે મળ્યા છે. જે વિરારમાં ક્રિષ્ના ઢાબા પાછળ આવેલ જંગલમાંથી મળી આવ્યું છે. આ સ્થળ વિરારમાં માંડવી પોલીસ મથકની હદમાં આવે છે.

તમારા છોકરાએ સ્યૂસાઈડ કરી છે, હાડપિંજર લઈ જાવ, એવું કહેતા પિતાને આઘાત લાગ્યો
આ સંદેશ મળતાં હરેશભાઇ તા. 15-9-2022ના રોજ તેમના સંબંધી સાથે માંડવી પોલીસ સ્ટેશન, વિરાર ગયા હતાં. ત્યાં પાલીસે તેમને એવુ જણાવ્યું હતું કે “તમારા છોકરાએ સ્યુસાઇડ કરી છે”. આ વાત કરવા સાથે પોલીસે તેમને અમુક સામાન જેવોકે આઇ.ડી. કાર્ડ, મોબાઇલ, પાકીટ, બેગ, ચશ્મા તથા કપડા, હાડપીંજર, ટોવેલ ના ફોટા વિગેરે ઓળખ માટે બતાવ્યા હતાં. આ સાથે જ તેમને જણાવાયું હતું કે અમુક હાડપિંજર જે જગ્યાએથી મળ્યું હતું તે જગ્યાએ ખાડો ખોદી જમીનમાં દાટી દીધા છે. તેમજ જો તમારે એ હાડિપંજર લઈ અને અંતિમવિધી કરવી હોય તો તે હાડપિંજર જમીનમાંથી કાઢી તમને આપીએ. પરંતુ હાડપિંજર પાસે જે કપડાં મળ્યા એ કેયૂરે જ પહેર્યા હતાં એવા ન હતા. તપાસ દરમિયાન છેલ્લે નવસારી નજીક હોટેલ ના સી.સી.ટી.વી. માં કેયૂર જોવા મળ્યો હતો. એ ફૂટેજમાં પણ કેયૂરના શરીરે હતા એ કપડા આ હોવાનું જણાતું ન હતું.

20 દિવસમાં લાશની હાલત હાડપિંજર જેવી થવા અંગે શંકા
આ હાડપિંજર કેયૂરનું હોવા અંગે શંકા જતા હરેશભાઇએ જંગલમાંથી મળેલ હાડપિંજર લેવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ તેમને ડી.એન.એ. ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલ, વિરાર ખાતે મોકલવામાં આવ્યા હતાં. ત્યાં ડોકટર સાથે વાતચીત કરતા એવું જણાઇ આવ્યું હતું કે 20થી 22દીવસ માં શરીરના હાડકાઓની આવી સ્થિતી થઇ શકે નહી અને શરીરના હાડકાંઓ આવી રીતે છુટા પડી શકે નહી. તબીબોએ પ્રાથમિક રીતે આપેલા આ અભિપ્રાય અંગે હરેશભાઇએ માંડવી પોલીસને વાત કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે અમારો ડી.એન.એ. રીપોર્ટ ના આવે ત્યાં સુધી અમો કહી ના શકીએ કે આ હાડપિંજર કોનું છે. પરંતુ માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર અને ત્યાં હાજર એક અજાણી વ્યક્તિ કે જેની ઓળખ એક એમ.એલ.એ. ના ભાઇ તરીકે અપાઇ હતી, તેમણે દબાણ કર્યું હતું કે હાડપીંજર તમારા છોકરાનું જ છે, તમે લઇ જાવ.

કોઈક ગેંગે કિડનેપીંગ કર્યાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી
આ બાબતે હરેશભાઇને ભારે આઘાત પહોંચાડયો હતો. વિરારના જંગલમાંથી મળેલું હાડપિંજર પોતાના પુત્રનું ન હોવાનું માનતાં હરેશભાઇએ તલસ્પર્શી તપાસ માટે માંગણી કરી છે. તેમણે કહ્યું કે હાજપિંજર સ્વિકારી લેવા દબાણ કરનારાઓ ઉપર શંકા છે. તેમનું માનવું છે કે તેમની ગેંગ મારા છોકરાને કીડનેપ કરી અને અમુક અંગો કાઢીને વેચી દેતા હોય તેવું લાગે છે. તેથી જ તે વ્યક્તિએ વારંવાર એવું કહ્યું હતું કે તમે હાડપિંજર લઇ જાઓ અને અંતિમવિધી કરો.

કેયૂરના પરિવારજનોએ રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર આપ્યું
આ ઘટના બાદ હરેશભાઇ તથા તેમના સ્નેહી સંબંધીઓએ આજે રેલી કાઢી પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમને એવી આશા, ભરોસો છે કે વિરારથી મળેલું એ હાડપિંજર તેમના પૂત્રનું નથી. તેમનો પૂત્ર જીવીત છે. લાશ મળવી અને ત્યાંથી તેમના પૂત્રનો સામાન પણ મળવો એ કોઇ ષડયંત્રનો ભાગ છે. જો સદર મીસીંગની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તો મારો પુત્ર હોને પરત મળી શકે તેમ છે.

સીઆઈડી ક્રાઈમને તપાસ નહીં સોંપાય તો 29મીએ વરાછામાં ધરણા પર બેસવા ચીમકી
કેયૂર ભાલાળાની મીસીંગની તપાસમાં સી.આઇ.ડી. ક્રાઇમ જેવા ઉચ્ચ અધિકારીઓની મદદ લેવામાં આવે યા તો તપાસ સોંપવામાં આવે તો કેયુરની ભાળ મળી શકે તેવી માંગણી તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. જો આની તપાસ તાત્કાલીક ધોરણે નહી કરવામાં આવે તો તા. 29-9-2022ના રોજ સવારે 11.00કલાકે વરાછા રોડ પર આવેલ માનગઢ ચોક, સરદાર પટેલ સાહેબની પ્રતિમા પાસે અમે લોકો ધરણાં પર બેસવા મજબુર થઇશું.

Most Popular

To Top