SURAT

સુરતમાં RTOના નામે ચાલતું હતું આ ફ્રોડ, સરકારને થયું કોરોડોનું નુકશાન

સરત: સુરતમાં (Surat) ડિંડોલી પોલીસને (Police) જાણકારી મળી હતી કે આરટીઓ (RTO) કચેરીની બોગસ રસીદો ઉપર બનાવટી સહી સિક્કા, આરસીબુક, આઘારકાર્ડ, મતદાન કાર્ડ તૈયાર કરી સરકારને (Government) આર્થિક રીતે નુકશાન પહોંચાડવાની કોશિશ કરાઈ રહી છે. પોલીસે તે જગ્યા ઉપર રેડ પાડી હતી તેમજ તપાસ કરતાં પોલીસને પ્રિન્ટર, રોકડ, કોરા આધારકાર્ડ સહિત રૂ 3 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ સાથે પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે આ ગેંગ ખોટાં ડોકટુમેન્ટનો (Document) ઉપયોગ કરી વાહનની ખરીદી કરી તેની લોન ચૂકવતી ન હતી. આમ તેઓએ બેંકને લાખો રૂપિયાની ચૂકવણી ન કરી બેંકોને લાખો રૂપિયાનું નુકશાન કર્યુ હતું. પોલીસે વિશ્વનાથ, મોહમ્મદ આરીફ, શાહરૂખ શાહ, અકબર શેખ સહિત સુનિલ પંચાલની આરોપીઓને પકડી પાડયાં છે.

  • બેંકને લાખો રૂપિયાની ચૂકવણી ન કરી લાખો રૂપિયાનું નુકશાન કર્યુ હતું
  • ગેંગ ખોટાં ડોકટુમેન્ટનો ઉપયોગ કરી વાહનની ખરીદી કરી તેની લોન ચૂકવતાં ન હતાં
  • 2 હજારમાં બોગસ આરસી બુક કાઢી આપતો હોવાનું બહાર આવ્યું
  • પોલીસ તપાસ દરમ્યાન 3 લાખનો મુદ્દામાલ મળી આવ્યો

મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આગમ રેસિડનસીમાં રહેતો વિશ્વનાથ બોગસ આરટીઓની રસીદ પર બોગસ સહી સિક્કાના આધારે વાહનો પર ઓછો દંડ લઈ ગાડી છોડાવી રહ્યો હતો. આ સાથે તે બોગસ આધારકાર્ડ અને મતદાન કાર્ડ પણ બનાવી રહ્યો હતો.પોલીસને આ અંગેની જાણકારી મળતા પોલીસે વિશ્વનાથના ઘરે પોતાનો જ એક ગ્રાહક મોકલ્યો હતો. જ્યાં માત્ર 2 હજારમાં બોગસ આરસી બુક કાઢી આપતો હોવાનું બહાર આવ્યું હતું. જે બાતમીના આધારે પોલીસે રેડ પાડી વિશ્વનાથને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિશ્વનાથ આ આખેઆખું કૌભાંડ મોહમદ આરીફ અને અકબર શેખ સાથે મળી આચરતો હતો. આ કૌભાંડમાં આરટીઓના એજન્ટ પણ સામેલ હતાં. આ ઉપરાંત આરસીબુક બનાવવાના 2 હજાર, બોગસ આધારકાર્ડ અને મતદાન કાર્ડ બનાવવાના રૂ. 1500 રૂપિયા વસુલતો હોવાની બહાર આવ્યું હતું.

અગાઉ વર્ષ 2020 માં વિશ્વનાથ ઉમરા પોલીસ મથકમાંથી વિશ્વનાથ ઝડપાયો હતો. બોગસ આધાર કાર્ડ બનાવવામાં સંડોવાયેલા આરોપી વિશ્વનાથે પેનડ્રાઈવમાં આધારકાર્ડ, મતદાન કાર્ડ જેવા અલગ-અલગ કાર્ડના ફોર્મેટ ઇન્સ્ટોલ કરીને રાખ્યા હતા.

Most Popular

To Top