SURAT

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં સપાટી રૂલ લેવલને પાર, સુરતમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

સુરત, ઉપરવાસમાં વરસાદના લીધે આજે દિવસ દરમિયાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધઘટ જોવા મળી હતી. બપોર બાદ ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું હતું જેને પગલે ડેમમાં પાણીની આવક વધીને પોણા બે લાખ ક્યુસેક થઈ હતી જેને પગલે ડેમમાંથી આવક તેટલી જાવક નો નિર્ણય લેવાયો હતો. સાંજે પાંચ કલાકે ડેમમાંથી પોણા બે લાખ દિવસે પાણી છોડવામાં આવી રહ્યું હતું. ત્રણ દિવસથી સતત છોડાતા પાણીના લીધે તાપી છલકાઈ છે. બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિવસ પર વરસાદ વરસ્યો હતો સુરત શહેરમાં વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ સુરતમાં વરસ્યો હતો સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોન અને વરાછા એ ઝોનમાં વરસ્યો હતો.

ઉકાઈની સપાટી 335 ફૂટ ને પાર

ઉકાઈના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં ડેમમાં પાણીની આવક વધી છે. ઉકાઈ ડેમની સપાટી આજે સોમવારે સવારે 335.44 ફૂટ નોંધાઈ હતી જે સાંજે 5 કલાકે વધીને 335.54 ફૂટ પર પહોંચી હતી. ડેમમાં પાણીની આવક ક્યૂસેક છે. સપાટી નું રૂલ લેવલ જાળવવા માટે આવક તેટલી જાવકનો નિર્ણય લેતા 175735 ક્યૂસેક પાણી તાપી માં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી સતત પાણી છોડાતા આજે પણ તાપી નદીની સપાટી ઉપર છે.

સેન્ટ્રલ ઝોન માં 2 કલાક માં સવા ઈંચ વરસાદ પડ્યો

આજે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં વરસાદની વાતાવરણ જોવા મળ્યું છે. સવારે વરાછા એ ઝોન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બપોર બાદ સેન્ટ્રલ ઝોનમાં વરસાદનું જોર વધ્યું હતું. સેન્ટ્રલ ઝોનમાં બપોરે બે કલાકમાં સવા ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો. આખા શહેરની વાત કરીએ તો બપોરે બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ સરેરાશ પડ્યું હોવાનું નોંધાયું છે.આ સાથે સુરત જિલ્લાના ઉમરપાડા તથા માંગરોળમાં ભારે વરસાદ પડતા સુરતમાંથી થતી ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે.

Most Popular

To Top