SURAT

સુરતમાં મેટ્રો રેલનું કામ ચોમાસામાં પણ ચાલુ રાખવું હોય તો કોન્ટ્રાક્ટરે આ શરતનું કરવું પડશે પાલન

સુરત: (Surat) સુરત શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સુરત મેટ્રોની (Surat Metro) કામગીરી પૂરપાટ આગળ વધી રહી છે. શહેરમાં મેટ્રો માટે સિવિલ વર્ક (Civil Work) હવે ઓન ગ્રાઉન્ડ (On Ground) થઈ રહ્યું છે. ચોમાસા (Monsoon) દરમિયાન મેટ્રોની કામગીરી ચાલુ રાખવા માટે જીએમઆરસી (GMRC) દ્વારા નક્કી કરાયું છે. જેથી સુરત મનપામાં મનપા કમિશનર, જીએમઆરસીના અધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓની સંયુક્ત મીટિંગ થઈ હતી. જેમાં મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ચોમાસા દરમિયાન મેટ્રોના કોઈપણ નવા કામ શરૂ કરવા પહેલાં ઝોન પાસેથી પરમિશન લેવા માટે જણાવ્યું હતું.

  • ચોમાસા દરમિયાન મેટ્રોનાં નવાં ખોદકામ માટે જીએમઆરસીએ ઝોનની પરમિશન લેવી પડશે
  • મનપા કમિશનર દ્વારા મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મીટિંગ યોજાઈ

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં જ શહેરમાં ચોમાસા પહેલાં મનપાના તમામ નવાં કામો બંધ કરવા માટે મનપા કમિશનરે સૂચના આપી છે. જે અંતર્ગત જીએમઆરસી સાથે મીટિંગ કરી તેમને પણ ચોમાસા દરમિયાન તમામ તકેદારી રાખી કામ કરવા માટે જણાવાયું છે. હાલમાં મેટ્રોની કામગીરી શહેરમાં ચાલી રહી છે. જેથી આ કામગીરીઓ માટે ચોમાસા દરમિયાન યોગ્ય બેરિકેડિંગ કરી કામ કરવામાં આવે તેમ મનપા કમિશનરે સૂચના આપી છે. સાથે જ કોઈપણ નવાં ખોદકામ શરૂ કરવા પહેલા જીએમઆરસીને ઝોનની પરવાનગી લેવાની રહેશે તેમ પણ જણાવાયું છે. સાથે જ મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ચોમાસામાં મેટ્રોની કામગીરી દરમિયાન રાહદારીઓને તકલીફ ન થાય તેમજ ટ્રાફિકની સમસ્યા ન થાય તેની પણ પૂરતી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. મેટ્રોનાં રનિંગ કામોમાં ક્લોઝ પ્રિમાઈસીસ (બેરિકેડિંગ)માં જ કામ કરવા માટે જણાવ્યું છે.

હાલ જીએમઆરસી દ્વારા 22 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર માટેનાં ટેન્ડર બહાર પડાયાં
હાલ જીએમઆરસી દ્વારા સરથાણા ડેડ એન્ડથી અંડરગ્રાઉન્ડ રેમ્પના એન્ડ સુધીનાં 4 સ્ટેશન, ભેંસાણથી મજૂરાગેટનાં 11 એલિવેટેડ સ્ટેશન તેમજ મજૂરાગેટથી સારોલી ડેડ એન્ડ સુધીનાં 7 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર બનાવવા માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રો રેલમાં કુલ 38 સ્ટેશન બનશે, જેમાં સરથાણાથી ડ્રીમ સિટી રૂટમાં 15.75 કિ.મી.નો એલિવેટેડ રૂટ છે અને 7 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ હશે. અને પ્રથમ રૂટમાં કુલ 20 સ્ટેશન બનશે. તેમજ સારોલીથી ભેંસાણના 19.26 કિ.મી.ના રૂટમાં કુલ 18 એલિવેટેડ સ્ટેશન બનશે.

Most Popular

To Top