SURAT

સુરતના હીરાવાળાએ બ્લેકમનીના કાગળીયાં સંતાડવા માટે સોલિડ આઈડિયા વાપર્યો, પણ…

સુરત (Surat) : હીરા ઉદ્યોગકાર, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં સતત ત્રીજા દિવસે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં (Search Operation) મોટાપાયે કાચામાં થયેલા 1300 કરોડનાં ટ્રાન્જેક્શનનાં વ્યવહારોનાં ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગને (Surat Income Tax) હાથ લાગતાં વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગના સૂત્રોના જણાવ્યાં મુજબ અરવિંદ બીચ્છુની માલિકીની ધાનેરા ડાયમંડનો સેલ પરચેઝનો મોટો વેપાર કાચામાં ચાલતો હતો. પ્રોપર્ટીનું મોટા ભાગનું ખરીદ વેચાણ પણ રોકડમાં નોંધવામાં આવતું હતું અને કેશ લોન મેળવવી, આપવી અને અન્ય ખર્ચ પણ રોકડમાં દર્શાવી હોવાનાં દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યાં છે. ધાનેરા ડાયમંડના 1000 કરોડનાં અને ભાવના જેમ્સનાં 300 કરોડના ટ્રાન્જેક્શનનાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે.

  • ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સના 1300 કરોડનાં ટ્રાન્જેક્શન મળ્યાં
  • ધાનેરા ડાયમંડનો સેલ પરચેઝનો વેપાર કાચામાં ચાલતો હતો
  • પ્રોપર્ટીનું મોટા ભાગનું ખરીદ વેચાણ પણ રોકડમાં અને કેશ લોન અને ખર્ચ પણ રોકડમાં દર્શાવી હોવાનાં દસ્તાવેજ મળ્યાં
  • ધાનેરા ડાયમંડના 1000 કરોડનાં અને ભાવના જેમ્સનાં 300 કરોડના ટ્રાન્જેક્શનનાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું

સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર વિભોર બદોનીની આગેવાની હેઠળ 100 થી વધુ અધિકારીઓની ટીમે સુરત અને મુંબઇના 30 સ્થળો પર સર્ચ કાર્યવાહી કરી હતી. જેમાં ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ, અરવિંદ અજબાની ઉર્ફે બિચ્છુ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ શાહ ઉર્ફે વીડિયો અને કાદર કોથમીર, હિમ્મતસિંહ, અને જનક જમીનદલાલ નામના વ્યક્તિઓને વરુણીમાં લેવામાં આવ્યાં હતાં. આ સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીનાં થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી ચાલી રહી છે.

ન્યુ રાંદેર ગોરાટ રોડના લેન્ડ ડેવલોપર કાદર કોથમીરને ત્યાંથી કરોડોની જમીનોના ડોક્યુમેન્ટ, ડાયરીઓ અને નાણાકીય લેવડ દેવડના કાગળો મળ્યાં હતાં. એનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. બિલ્ડર રમેશ ચોગઠને ત્યાં કરોડોની જમીનોના સોદાઓ અને ફાયનાન્સની ફાઇલો મળી આવી હતી. આ જમીનો કોણે વેચી, કોણે ખરીદી, બ્રોકર અને ઇન્વેસ્ટર કોણ છે.? એની તપાસ ચાલી રહી છે. જમીનોનાં સોદાઓ અને ધિરાણ મેળવનારાઓમાં જે લોકોના નામ છે. તેમને સમન્સ આપીને નિવેદન નોંધવા બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ એટલી મોટી માત્રામાં મળ્યાં છે કે, વેરિફિકેશન કરવામાં અધિકારીઓને દિવસો નીકળી જશે.

3 દિવસમાં 15 કરોડની રોકડ-જ્વેલરી મળી
સતત ત્રીજા દિવસે નરેશ વીડિયો, રમેશ ચોગઠ, અરવિંદ ધાનેરા, કાદર કોથમીર અને હિમ્મતસિંહને ત્યાં સર્ચ ઓપરેશન યથાવત રહ્યું હતું. એમાં અત્યાર સુધી 15 કરોડની રોકડ-જવેલરી મળી આવી છે. ડાયમંડ પેઢીઓના સુરત મુંબઈમાં બેન્ક લોકર અને સેફ ડિપોઝીટ વોલ્ટનાં લોકર સિઝ કરાયા છે. આવકવેરા વિભાગની ટીમે સર્ચ કાર્યવાહીમાં અરવિંદ બિચ્છુની સાથે સંકળાયેલી સુરત, મુંબઇ સ્થિત કંપનીઓ ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સમાં તપાસ કરી ડાયમંડના સ્ટોકનું વેલ્યુએશન કરી વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જ્યારે ડાયમંડ પેઢીઓના સુરત મુંબઈમાં બેન્ક લોકર અને સેફ ડિપોઝીટ વોલ્ટનાં લોકર સિઝ કરવામાં આવ્યાં છે. આવકવેરા અધિકારીઓ બેંકોના આ લોકર અને સેફ ડિપોઝીટનાં લોકરો ખોલશે ત્યારે વધુ બેનામી પ્રોપર્ટી અને રોકડ મળી શકે એમ છે.

ધાનેરા ડાયમંડે ડોક્યુમેન્ટ સંતાડવા 4 રૂમ તો ભાવના જેમ્સે ઇલેક્ટ્રિકની બંધ દુકાન રાખી
કાચા અને તૈયાર હીરાના કરોડોના ટ્રાન્જેક્શન, સોદાઓને લગતાં ડોક્યુમેન્ટ અને જમીન મિલ્કતના ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ, લેપટોપ, પેન ડ્રાઈવ, ડાયરીઓ સાચવવા માટે ગજબની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. આવકવેરા વિભાગ કે જીએસટી વિભાગની આંખમાં ધૂળ નાખી શકાય એ માટે મોટા સોદાઓના ડોક્યુમેન્ટ ઘરે, ઓફિસે, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કે ચાલુ સાઇટનાં સ્થળે રાખવામાં આવ્યાં ન હતાં. ધાનેરા ડાયમંડ ડોક્યુમેન્ટ સાચવવા 4 રૂમ રાખ્યા હતાં. એની દેખરેખ માટે બે માણસો પણ રાખ્યા હતાં. મોટાભાગે વિકેન્ડ શનિ, રવિવારે અહીં બે નંબરના હિસાબો મેન્ટેન કરવામાં આવતાં હતાં.

જ્યારે ભાવના જેમ્સે એના યુનિટ સામે ઈલેક્ટ્રિકની બંધ પડેલી દુકાન રાખી હતી. જેમાં અઠવાડિયામાં માત્ર રવિવારે એક બે વ્યક્તિ સાફસફાઇ નામે દુકાન ખોલતાં હોય એવો દેખાડો કરી 12 બાય 12 ની દુકાનમાં બે નંબરના હિસાબો, ડોક્યુમેન્ટ, પેન ડ્રાઈવ, લેપટોપ રાખી હિસાબો મેન્ટેન કરવામાં આવતાં હતાં. સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીનાં થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી ચાલી રહી છે.

ન્યુ રાંદેર ગોરાટ રોડના લેન્ડ ડેવલોપર કાદર કોથમીરને ત્યાંથી કરોડોની જમીનોના ડોક્યુમેન્ટ, ડાયરીઓ અને નાણાકીય લેવડ દેવડના કાગળો મળ્યાં હતાં. એનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. બિલ્ડર રમેશ ચોગઠને ત્યાં કરોડોની જમીનોના સોદાઓ અને ફાયનાન્સની ફાઇલો મળી આવી હતી. આ જમીનો કોણે વેચી, કોણે ખરીદી, બ્રોકર અને ઇન્વેસ્ટર કોણ છે? એની તપાસ ચાલી રહી છે. જમીનોનાં સોદાઓ અને ધિરાણ મેળવનારાઓમાં જે લોકોના નામ છે. તેમને સમન્સ આપીને નિવેદન નોંધવા બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ એટલી મોટી માત્રામાં મળ્યાં છે કે, વેરિફિકેશન કરવામાં અધિકારીઓને દિવસો નીકળી જશે.

સતત ત્રીજા દિવસે ડાયમંડ પેઢીઓ, બિલ્ડરો ફાયનાન્સર અને જમીન દલાલોને સર્ચ યથાવત
સુરત અને મુંબઇ આવકવેરા વિભાગ દ્વારા સ્ટેટીસ્ટિક ડેટા સર્વેલન્સ સિસ્ટમથી મેળવાયેલી માહિતી પછી બિલ્ડર નરેશ શાહ (વીડિયો), રમેશ ચોગઠ (વઘાસિયા), અરવિંદ અજબાની ઉર્ફે બિચ્છુ, કાદર કોથમીર અને હિમ્મતસિંહને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન 4 રૂમ ભરાય એટલા જમીન મિલકતને લાગતાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં. આવકવેરા અધિકારીઓએ વાહનો મંગાવી આ ડોક્યુમેન્ટ જપ્ત કરી વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે. જમીન મિલ્કતના કેટલાક સોદાઓ ચોપડે દર્શાવ્યા ન હતાં. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવકવેરા વિભાગને દિવસો નીકળી જશે.

Most Popular

To Top