SURAT

સુરતના વિદ્યાર્થીઓ વડાપ્રધાનને 29 રાજ્યોના કાપડમાંથી બનેલો ગુલદસ્તો ભેટ કરશે

સુરત: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલના (International Airport Terminal) ઉદ્ઘાટન માટે વડાપ્રધાન સુરત આવી રહ્યા છે. ત્યારે સુરતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (IDT)એ પણ દેશના વડાપ્રધાનને આવકારવા માટે ખાસ આયોજન (Arrangements) કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ 29 રાજ્યોના કાપડમાંથી (Fabric) બનાવેલો એક ખાસ બુકે (Bookay) તૈયાર કર્યો છે. જે વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે.

આ બુકે બનાવવા માટે સંસ્થાના 6 વિદ્યાર્થીઓની ટીમ સતત 35 દિવસ સુધી મહેનત કરી હતી. આ બૂકેમાં વિવિધ રાજ્યોના પરંપરાગત કાપડનો સમાવેશ થાય છે. જેમાં બનારસી સિલ્ક (ઉત્તર પ્રદેશ), ચામા સિલ્ક (છત્તીસગઢ), ચંદેરી (મધ્યપ્રદેશ), બાંધણી (ગુજરાત), ઇકત (તેલંગાણા), બનાના ફેબ્રિક (આંધ્રપ્રદેશ), કલમકરી (જમ્મુ અને કાશ્મીર), કસાવુ (કેરળ), ઇકત (પશ્ચિમ બંગાળ), ચિકનકારી (ઉત્તર પ્રદેશ), સંબલપુરી સાડી (ઓરિસ્સા), મુગા સિલ્ક (આસામ) વગેરે સામેલ છે.
આ દરેક કાપડ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેમજ ઘણીવાર વણાટ અને પ્રિન્ટીંગ તકનીકો દર્શાવે છે જે તેમના સંબંધિત પ્રદેશોમાં કુદરતી રીતે થાય છે.

આઈડીટીના ડાયરેક્ટર અનુપમ ગોયલના જણાવ્યા અનુસાર, “ગુજરાતની વાઈબ્રન્ટ બાંધણીથી લઈને હૈદરાબાદની ભવ્ય પોચમપલ્લી સુધી, આ બુકે રંગો અને ટેક્સચરની સુંદરતા દર્શાવે છે. વિદ્યાર્થીઓએ કુશળતાપૂર્વક વિવિધ કાપડનું મિશ્રણ કર્યું છે. ભારતીય સાંસ્કૃતિક ઓળખ દરેક વસ્તુમાં પ્રતિબિંબિત થાય છે. આ બૂકેની વિશેષતા એ છે કે તેમાં ટે્કનિકલ ટેક્સ્ટાઇલની મદદથી અસલ ફૂલોની સુગંધ ઉમેરવામાં આવી છે.

સુરતમાં બનાવાયું માત્ર બે કિલોનું સુરત ડાયમંડ બુર્સ
વૈશ્વિક ફલક પર સુરતનો ઝળહળાટ વધારનાર સુરત ડાયમંડ બુર્સને લઈને વિશ્વભરમાં ઉત્સાહ છે. પેન્ટાગોન કરતાં મોટા કોમર્શિયલ બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. આ પ્રસંગે દેશ વિદેશના 30,000 મહેમાનો હાજરી આપવાના છે. ત્યારે આ પ્રસંગે સુરતના સરસાણા ખાતે યોજાયેલા એક જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવી છે. જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની છે.

પ્રતિમાના મેકર કાકડીયાએ વધુમાં કહ્યું કે આ પ્રતિકૃતિ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપે છે. આ પ્રતિકૃતિ ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને તૈયાર કરી છે. પ્રતિકૃતિમાં બુર્સ જેવો રંગે ઢોળવા કોપર, ઝિંક અને એલોઈ સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે. જ્યારે 102 કેરેટના 6,886 હીરા છે.

Most Popular

To Top