SURAT

સુરતનો પરિવાર પ્રભુ શ્રી રામના દર્શન માટે મંદિર ગયો અને ધો. 6માં ભણતી દીકરીએ જીવન ટુંકાવી દીધું

સુરત: પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનો (Pran Pratistha) કાર્યક્રમ ગઇકાલે 22 જાન્યુઆરીના રોજ રંગે ચંગે પૂર્ણ થયો હતો. દરમિયાન સમગ્ર દેશવાસીઓ આ મહોત્સવની ઉજવણીમાં (Celebration) વ્યસ્ત હતા. દરમિયાન શહેરના પાલનપુર વિસ્તારના એક પરિવારમાં માઠી ઘટના બની હતી. પરિવાર શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે થનારા મહોત્સવમાં ઉજવણી કરવા નજીકના રામ મંદિર ગયો હતો. ઉજવણી કરી પરત ફરતા ઘરમાં દ્રષ્યો જોઇ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પરિવારની એક ની એક વ્હાલસોયી દિકરીએ પંખા ઉપર સાડી બાંધી મોતને વ્હાલું (Suicide) કરી લીધુ હતું.

રાંદેર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ધોરણ-6ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં સરી ગયો છે. પરિવાર સાંજે દિકરીએ બનાવેલી ચા પીધા બાદ રામ મહોત્સવ જોવા ગયો હતો. મહોત્સવ પુર્ણ થતા જ પરિવાર ઘરે પરત ફર્યો હતો. ત્યારે દિકરીને પંખા સાથે લટકતી હાલતમાં જોઇ તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

સમગ્ર મામલે જાણકારી આપતા મૃતકના પિતા મોતીલાલ પાલે જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે. સુરતમાં સુથાર કામ કરી એક દિકરી, બે દીકરા અને પત્ની સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. સંતાનોમાં દિકરી મોટી હતી. તેમજ તેણી ધોરણ-6માં અભ્યાસ કરતી હતી. દિકરીના આવા અંતિમ પગલાં પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસ તપાસ ચાલે છે.

વધુમાં પિતાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરી એટલે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ હતો. દેશમાં રંગેચંગે ઉજવણી ચાલી રહી હતી. તમામ શાળાઓમાં બપોર સુધી રજા આપી દેવાઈ હતી. બાળકો પણ ઘરે જ હતા. ઘટના સાંજની હતી. 4 વાગે દીકરીએ બનાવેલી ચા પીધા બાદ તેઓ ઘર નજીક ભગવાન શ્રી રામના મહોત્સવની ઉજવણી જોવા ગયા હતા. લગભગ 30 મિનિટ બાદ પર પરત આવતા દીકરી પંખા સાથે સાડી બાંધીને લટકતી હાલતમાં મળી આવી હતી. જેને જોઈ પરિવારના હોંશ ઉડી ગયા હતા.

ત્યાર બાદ તાત્કાલિક પોલિસને ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘરે દોડી આવી હતી. સાંજે પરિવાર સાથે વાત કરતા દિકરી એટલું જ બોલી હતી કે શાળાએથી હોમ વર્ક આપ્યું છે એ બાકી છે એ કરીશ. તમેે મહોત્સવમમાં જાવ. બસ ત્યારબાદ રૂમમાં ચાલી ગઈ હતી. આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.

Most Popular

To Top