Sports

‘જો હું કંઈક કહીશ તો હું ફસાઈ જઈશ..’, ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક જીત છતાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન..

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાએ (South Africa) લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં (Test Match) ઈંગ્લેન્ડને પરાજય આપીને અજાયબી કરી નાખી હતી. દક્ષિણ આફ્રિકાએ માત્ર 3 દિવસની રમતમાં યજમાન ટીમને હરાવ્યું હતું. આ જબરદસ્ત જીત (Win) બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરનું એક નિવેદન ચર્ચામાં છે, જેમાં તે પોતાની ટીમ અને દેશના ક્રિકેટનું (Cricket) દર્દ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ જ્યારે ડીન એલ્ગરે મીડિયા સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે મેચ ખૂબ જ વહેલી સમાપ્ત થઈ ગઈ, અમને લાગ્યું કે ઈંગ્લેન્ડ તરફથી થોડી ફાઈટ બેક બતાવવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. આ દરમિયાન આફ્રિકન કેપ્ટને કહ્યું કે અમે જે પ્રકારની રમત બતાવી છે, મને લાગે છે કે અમારે વધુ ટેસ્ટ મેચ રમવી જોઈએ. પરંતુ હું તેના વિશે વધુ કહી શકતો નથી કારણ કે જો હું કંઈક કહું તો હું મુશ્કેલીમાં આવી શકું છું. ડીન એલ્ગરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ આઈસીસી દ્વારા ભાવિ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આમાં, 2023 થી 2028 સુધીના કેલેન્ડરમાં દક્ષિણ આફ્રિકાના ખાતામાં માત્ર 28 ટેસ્ટ મેચ જ આવી છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 43 ટેસ્ટ મેચ રમશે.

જણાવી દઈએ કે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને એક દાવ અને 12 રને હરાવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 165 રન અને બીજા દાવમાં 149 રન બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની એક ઇનિંગમાં 326 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી આ મેચમાં જીતનો હીરો ફાસ્ટ બોલર રહ્યો હતો. કાગિસો રબાડાએ પ્રથમ દાવમાં 5 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં પણ તેણે 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એનરિક નોર્સિયાએ બંને દાવમાં 3-3 વિકેટ લઈને ઈંગ્લેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી. ઇંગ્લેન્ડને જે રીતે માત્ર ત્રણ દિવસમાં તેના ઘરમાં કચડી નાખવામાં આવ્યું હતું, તેની બૅઝબોલ વ્યૂહરચનાની ભારે ટીકા થઈ હતી.

Most Popular

To Top