National

રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષના ઘરે ઈડીના દરોડા: મુખ્યમંત્રીના દીકરાને સમન્સ

નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે રાજસ્થાન (Rajasthan) કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના (Govindsinh Dotasara) જયપુર સ્થિત નિવાસ ઉપર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી (CM) અશોક ગેહલોતના દીકરાને પણ ઈડી દ્વારા સમન્સ (Summons) મોકલી 27 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યા છે.

સમગ્ર મામલો ઈડી પાસે પહોચ્યો તે પહેલા જયપુરના બે વ્યક્તિ દ્વારા 2015માં એક ફરિયાદ નોધાવામાં આવી હતી. જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વૈભવ ગેહલોતએ મોરેશિયસ શ્થીત ‘શિવનાર હોલ્ડીગ્સ‘ નામની કંપનીમાં કાળા નાણાંને ઠેકાણે પાડવા રોકાણ કર્યું છે. આ કંપની એક ફ્રોડ કંપની છે અને તે ફક્ત નેતાઓના કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરે છે તેવી આશંકા છે.

ફરિયાદ મુજબ, વૈભવ ગેહલોતએ 2011માં એક હોટેલના 2,500 શેર ખરીદીને મોરેશિયસ સ્થિત ફર્મ પાસેથી ટ્રાઇટોન હોટેલ્સમાં ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ શેર રૂ. 39,900 પ્રતિ શેરના ભાવે ખરીદવામાં આવ્યા હતા. જ્યારે મૂળ શેરની કિંમત પ્રતિ શેર માત્ર રૂ. 100 હતી. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે શિવનાર હોલ્ડિંગ્સની રચના 2006માં કરવામાં આવી હતી અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય કાળા નાણાંને લૉન્ડર કરવાનો હતો.

દોટાસરાના ઘરે પેપર લીકના વિષય ઉપર દરોડા પકડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જયપુર સાથે આ દરોડા સીકરમાં પણ પાડવામાં આવ્યા છે. ઇડીના દરોડા મામલે વૈભવ ગેહલોતએ કહ્યું કે, ‘સમન્સના ટાઈમીંગ સામે મારી પાસે ઘણા પ્રશ્નો છે. આ 12 વર્ષ જૂનો મામલો છે. મારા પિતા અશોક ગેહલોતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.’

CMએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું
આ દરોડા અંગે સીએમ ગેહલોતે X પર પોસ્ટ કરીને કહ્યું કે, તારીખ 25/10/23 રાજસ્થાનની મહિલાઓ માટે કોંગ્રેસની ગેરેંટીઓ શરૂ થઇ ત્યાર બાદ 26/10/23ના રોજ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહજી દોટાસરાના ઘર ઉપર EDના દરોડા પાડવામાં આવ્યા. મારા પુત્ર વૈભવ ગેહલોતને EDમાં હાજર થવા માટે સમન્સ પણ આપવામાં અવ્યા છે. હવે તમે સમજી શકો છો કે હું શું કહી રહ્યો છું. ED રાજસ્થાનની અંદર દરોડા પાડે છે કારણ કે ભાજપ નથી ઈચ્છતી કે રાજસ્થાનમાં મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને કોંગ્રેસ દ્વારા આપવામાં આવતી ગેરંટીનો લાભ મળે.

Most Popular

To Top