SURAT

ચોક બજાર રાજમાર્ગની સિલ્ક પેલેસ બિલ્ડિંગના પોપડા પડતા દહેશત : પાર્ક કરેલા વાહનોને નુકશાન

સુરત : રાજમાર્ગ વિસ્તારમાં આવેલી અનેક ઇમારતોની હાલત ખુબ જ જર્જરીત છે. સુરત મહાનગરપાલિકાના (SMC) સેન્ટ્રલ ઝોન (Central Zone) દ્વારા અનેક વખત બિલ્ડીંગોને ઉતારી પાડવાની નોટિસો આપવામાં આવી છે પણ તેમાં રહેતા રહીશો પાસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ મજબૂરીમાં અહીં રહે છે.આ મકાનોમાં અવાર નવાર અકસ્માતો થતા હોવાની ઘટનાઓ પણ છાસવારે બનતી હોય છે. અકસ્માતની (Accident) આવીજ ઘટના ચોક બજાર (Chowk Bazaar) વિસ્તારના રાજમાર્ગ પર આવેલી સિલ્ક પેલેસ (Silk Palace) ઇમારતના એકાએક પોપડા પડવાનું શરૂ થતા ભયનો માહોલ ઉભો થયો હતો. ઘટનાની જાણ સ્થનિકોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) કરતા ટિમ ઘટના સ્થેળે પહોંચી ગઈ હતી.જોકે કોઈ જાન હાની થઇ ન હોવાની શુચના પણ પ્રાપ્ત થઇ છે.

સ્થાનિકોએ ફાયર વિભાગને આપી હતી સૂચના
સિલ્ક પેલેસની સીલિંગ ઉપરથી અચાનક પોપડા પાડવાની દુર્ઘટના થતા ની સાથે જ સિલ્ક પેલેસમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. બિલ્ડિંગ જર્જરીત સ્થિતિમાં હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે. ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચીને બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. અને જ્યાં પોપડા પડ્યા હતા તે વાહનોનું પણ નિરીક્ષણ કર્યું હતું.વધુમાં સ્થાનિક અઠવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ખાલી કરી જઈ શકતા નથી
સુરત શહેરમાં આવેલ રાજમાર્ગો ઉપર અનેક મિલ્કતો જૂની અને જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે.આ મકાનોમાં રહેતા રહીશોને મહાનગર પાલિકા દ્વારા નોટિસ પણ પાઠવી હોવાની જાણકારી મળી છે. જોકે રહીશો તેની સામે દલીલ કરે છે કે અમને કોઈ પણ વૈકાલિપિ વ્યવસ્થા મનપા દ્વારા કરી આપવામાં આવી નથી તો આવી સ્થિતિમાં અમારે પરિવારને લઇને જવું અન્ય ક્યાં જવું તેવી દલીલો પણ કરવામાં આવે છે.

મોટી દુર્ઘટનાની દહેશત વ્યાપી ગઈ છે
ઘટનાને લઇને હાલતો સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં સ્થાનિકોએ પણ એવું જણાવ્યું હતું કે, સિલ્ક પેલેસ બિલ્ડિંગમાંથી અવારનવાર પોપડા પડતા જ રહે છે. દિવસ દરમિયાન પણ આવા નાના-મોટા પોપડા પડતા ઘણી વખત રાહદારીઓને અહીં ઉભેલા લોકોને પણ ઈજા થઈ જાય છે. પરંતુ વધુ ગંભીર ઈજા ન થતી હોવાને કારણે આ બાબતને કોઈ ગંભીરતાથી લઈ રહ્યું નથી. અમારી દુકાનથી અમે સતત જોતા રહીએ છીએ પરંતુ હવે ડર લાગી રહ્યો છે કે આ જ પ્રકારે વારંવાર પોપડા પડતા રહેશે તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. અહીં પાર્ક કરેલી બંને મોપેડને ભારે નુકસાન થયું છે.

રાજમાર્ગ ઉપર અનેક જૂની ઇમારતો
રાજમાર્ગ ખાતે આવેલા ચોક બજાર વિસ્તારની આવેલી સિલ્ક પેલેસ બિલ્ડિંગ એવન કોકોની પાસે આવેલી છે. આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત છે અને લોકોની અવરજવર પણ ખૂબ જ મોટા પાયે થતી હોય છે. સાંજના સમયે પણ અહીં ખૂબ ટ્રાફિક જોવા મળતો હોય છે. શિલ્પ પેલેસ બિલ્ડિંગ રાજમાર્ગ ઉપર 25 વર્ષ જૂની બીજી અનેક ઇમારતો હોવાનું જાણવા મળ્યું છે. અને આ ઇમારતની આવરદા પણ થઇ ચુકી છે. ઇમારત ઉપરથી પોપડા પડતા નીચે પાર્ક કરેલા વાહનોને ભારે માત્રામાં નુકશાન પહોંચ્યું હતું.

Most Popular

To Top