National

ચોથી ટી-20માં અડધી સદી ફટકારનારા સૂર્યકુમાર યાદવને બીજા દિવસે બીસીસીઆઇએ આપી ભેટ, વનડે ટીમમાં સ્થાન

શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમે જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ સામે ચોથી ટી -20 માં અર્ધસદી ફટકારનારા સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં સ્થાન મળ્યું છે.


સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને યુવા ઝડપી બોલર કૃષ્ણાને વનડે શ્રેણીની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વિજય હઝારે ટ્રોફીમાં 14 વિકેટ લેનાર કર્ણાટકના પેસર કૃષ્ણને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. બરોડાના કેપ્ટન કૃણાલે પણ વિજય હજારે ટ્રોફી 2020-21 સીઝનમાં તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. તેણે 5 મેચમાં 129.33 ની સરેરાશથી 388 રન બનાવ્યા, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ છે.

સૂર્યકુમાર યાદવે તેની પહેલી ઇનિંગમાં અર્ધસદીથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમારની ઇનિંગના કારણે ભારત ઈંગ્લેન્ડને 8 રનથી હરાવવામાં સફળ રહ્યું. સૂર્યકુમારને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અને હવે વનડે ટીમમાં જોડાવાથી તેને બીજો ઈનામ મળ્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ 23 માર્ચથી રમાશે. સમયપત્રક મુજબ, શ્રેણીની ત્રણ વનડે મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ 23, 26 અને 28 માર્ચે યોજાશે. ત્રણેય મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.

ટીમ ઈન્ડિયા – વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ એય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા, શાર્દુલ ઠાકુર

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top