Dakshin Gujarat

સેલવાસમાં જલ્લાદ પતિએ હથોડા ઝીંકી પત્ની અને પુત્રીને મારી પુત્રીની લાશના ટૂકડા કરી નહેરમાં ફેંક્યા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvassa) ડોકમરડી ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારનો મોભીએ આંતરિક ઝઘડા બાદ જલ્લાદ બની પોતાની જ દીકરી (Daughter) અને પત્નીની (Wife) હત્યા (Murder) કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઝગડા બાદ પહેલા દીકરીની અને ત્યાર બાદ પત્નિની હત્યા કરી દીકરીની લાશના ટુકડા કરી નજીકની નહેરમાં નાખ્યા હતા. બાદમાં પત્નીની લાશને કોથળામાં ઘરમાં જ રાખી હતી. જ્યાં 2 દિવસ બાદ આરોપીએ જાતે જ પોલીસ પી.સી.આર.ને જાણ કરી ઘરે બોલાવતા આખે આખો હત્યાનો સનસનાટી ભર્યો મામલો સામે આવ્યો હતો.

  • પતિએ હથોડા ઝીંકી પત્ની અને દિકરીને પતાવી પુત્રીની લાશના ટૂકડા કરી નહેરમાં ફેંકી દીધા
  • સેલવાસમાં પત્નીએ જીવન ટુંકાવ્યુ હોવાની અને નાની દિકરી ગુમ થયાની પોલીસને પતિએ જાણ કરી
  • પોલીસ તપાસમાં હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો

સેલવાસના ડોકમરડી ખાડીપાડા ગામ ખાતે 52 વર્ષીય યોગેશ પ્રતાપ મહેતા પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે સેલવાસમાં રહે છે. ત્યારે સોમવારે યોગેશ પ્રતાપ મહેતાએ પોલીસ પી.સી.આર. ને ફોન કરી પત્ની રેશ્માએ જીવન ટુંકાવી દીધું છે. આ પ્રમાણેનો ફોન પોલીસને આવતા પોલીસની એક ટીમ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. જ્યાં પત્નીની લાશ કપડામાં લપેટેલી હાલતમાં મળી આવતા પોલીસને શંકા ઉપજી હતી.

જેને લઈ પોલીસે યોગેશ મહેતાની પૂછપરછ કરતા તેણે પત્ની સાથે વારંવાર થતાં ઝઘડાને કારણે તેના માથામાં હથોડો મારતા તેનું મોત નીપજ્યું હોવાની કબૂલાત કરી હતી. જ્યારે તેની 17 વર્ષની નાની દીકરી ગુમ થઈ ગઈ હોય એવી વાત પોલીસને કરતા પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી અને પોલીસે યોગેશ મહેતાની સઘન પૂછપરછ હાથ ધરતાં આખે આખી હત્યાનો મામલો સામે આવ્યો હતો. આરોપી યોગેશે જ પોતાની પત્ની અને નાની દિકરીની હત્યા કરી હોવાનું ખુલતાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી યોગેશ પ્રતાપ મહેતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કઈ રીતે પત્ની અને પુત્રીની હત્યા કરી હતી
પોલીસે આરોપી યોગેશ મહેતાની સઘન પૂછપરછ હાથ ધરતાં પોલીસ સામે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપી યોગેશ મહેતાએ પોલીસને જણાવ્યું કે, 10 જૂનના રોજ ઘરમાં જમવા બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડો ચરમસીમા પર પહોંચી જતા નાની દીકરી અને પત્ની સાથે લાંબા સમય સુધી ઝગડો ચાલ્યો હતો. જેમાં ઉશ્કેરાઈ જઈને યોગેશએ હથોડા વડે પત્ની રેશ્મા (ઉં.43) ને માથાના ભાગે ગંભીર વાર કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે 17 વર્ષની નાની દીકરીએ પ્રતિકાર કરતા તેણીની પણ હથોડા વડે હત્યા નિપજાવી તેની લાશના ટુકડા કરી દેમણીના દમણગંગા નદી કેનાલમાં નાંખ્યા હતા. જ્યારે પત્નીની લાશને કપડામાં લપેટીને રૂમમાં રાખી હતી.

પોલીસે દમણગંગા નદી કેનાલ પાસે તપાસ કરતા સ્ત્રીના શરીરના વિવિધ અંગો મળી આવ્યા હતા. જ્યાં એફ.એસ.એલ. અને ફોરેન્સિક ટીમની મદદ લેતા શરીરના ટૂકડાઓ આરોપીની નાની દીકરીના જ હોવાનું ખૂલ્યું હતું. હાલ તો, પોલીસે હત્યાના ઉપયોગમાં લીધેલા હથિયારોને કબ્જે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આ આખી ઘટનામાં આરોપીની 20 વર્ષીય મોટી દીકરી જે મગજથી થોડી મંદબુદ્ધિ હોય એનો બચાવ થવા પામ્યો હતો.

અગાઉ પતિ-પત્નીના ઝગડાને પગલે પોલીસે કાઉન્સિલિંગ કર્યું હતું
સેલવાસના પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા અધિક્ષક રાજેન્દ્રપ્રસાદ મીણાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.પી. દ્વારા હત્યા સંદર્ભે વિગતો જણાવી હતી. જેમાં પોલીસ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અગાઉ પણ આરોપી પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા અને આ અંગે પોલીસ દ્વારા દરમિયાનગીરી કરી તેમનું જરૂરી કાઉન્સિલિંગ કરી સમજણ આપવાનું કાર્ય પણ કરાયું હતું.

ભાડાના પૈસા આપતી નહીં હોવાથી ઝઘડો થયો હતો
સેલવાસના ડોકમરડી ખાડી ફળિયામાં થયેલી ડબલ મર્ડરની ઘટનામાં એવું કારણ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ખાનગી કંપનીમાં નોકરી કરતા યોગેશ મહેતાના ઘરની પાછળના ભાગે રૂમ બનાવીને ભાડે આપી હતી. રૂમના ભાડાના પૈસા તેની પત્ની તેને આપતી નહીં હોવાથી બંને વચ્ચે ઝઘડો થતો હતો.

Most Popular

To Top