SURAT

સચીનમાં ચોંકાવનારી ઘટના, પરિવાર ગાઢ ઊંઘમાં હતો અને ઘરની છત તૂટી પડી, માસૂમ બાળકીનું મોત

સુરત (Surat): સચિન જીઆઈડીસીની (SachinGIDC) રામેશ્વર કોલોનીમાં ત્રણ માળના મકાનના બીજા માળે આવેલા એક મકાનના ઘરની સિલિંગ (Sealing) નિંદ્રાધીન પરિવાર પર તૂટી પડતા 1 વર્ષ ની માસુમનું મોત નિપજ્યું હતું. સોમવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયું હતું, જ્યાં ફરજ પરના તબીબોએ માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી. પીડિત પરિવારે કહ્યું હતું કે દીકરી માતા સાથે બે મહિના પહેલા જ વતન થી સુરત આવી હતી. આખું પરિવાર ઊંઘમાં હતું. ધડાકાભેર સિંલિંગના પોપડા પડતા બાળકીના માથામાં ઇજા થઇ હતી.

  • સચીન જીઆઈડીસીની રામેશ્વર કોલોનીમાં ત્રણ માળના બિલ્ડિંગમાં 35 ખોલી
  • અઢી વર્ષના પુત્ર સહિત માતા-પિતાનો ચમત્કારિક બચાવ
  • પીડિત પિતા એ કહ્યું દીકરી, દીકરો અને પત્ની બે મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવ્યા હતા

રાહુલ યાદવ (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે ઘટના સોમવારની મધરાત્રે 3:30 ની હતી. મકાનમાં આખું પરિવાર એટલે કે બે માસુમ બાળકો અને પત્ની સાથે ઊંઘમાં હતા. અચાનક ધડાકા સાથે સિલિંગ તૂટી ને એક વર્ષની માસુમ દીકરી શિવાની પર તૂટી પડી હતી. આજુબાજુ ના લોકો દોડીને આવી ગયા હતા. ભયના લીધે કેટલાક પરિવારો રોડ ઉપર દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શિવાનીને સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. ઘટના ને લઈ લોકો ભેગા થઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષની શિવાની, અઢી વર્ષનો પુત્ર અને પત્ની સહિત આખું પરિવાર એક રૂમની ખોલીમાં રહે છે. તેઓ મિલમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્રણ માળના મકાનમાં 35 રૂમ આવેલી છે. તમામ કારીગરો ભાડા ના મકાનમાં રહે છે, એક રૂમમાં 5-7 જણા કે પછી એક પરિવાર રહે છે. ત્રણ માળ નું મકાન વર્ષો જૂનું છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Most Popular

To Top