Business

શેર બજારમાં મોટો કડાકો: માર્કેટ એક મહિનાની સૌથી નીચલી સપાટીએ, સેન્સેક્સ-નિફ્ટી ભારે ગગડ્યા

નવી દિલ્હી: સપ્તાહના ત્રીજી વખત શેર માર્કેટમાં (share Market) ફરી કડાકો બોલ્યો છે. જેને લઇને ટ્રેડિંગ (Trading) કરતા લોકોમાં ભારે નિરાશા જોવા મળી છે. બુધવારે કેટલાય શેર લીલા નિશાન પર ખુલ્યા હતા છતાં બજારમાં વેચવાલી જોવા મળી ન હતી અને દિવસના કારોબારના અંત સુધીમાં તે એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારે સેન્સેક્સ (Sensex) 635 પોઈન્ટ ઘટીને 61067 પર અને નિફ્ટી 186 પોઈન્ટ ઘટીને 18199 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 741 પોઈન્ટ ઘટીને 42617 પર બંધ રહ્યો હતો. મિડકેપ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેરો 1.58 ટકા સુધી તૂટ્યા હતા. જોકે ફાર્મા, હેલ્થકેર અને આઈટી ઈન્ડેક્સમાં બજારે મજબૂતી દર્શાવી હતી.

  • કારોબારના અંત સુધીમાં તે એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો
  • મિડકેપ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો
  • ચાઈનામાં કોવિડના વધતા કેસોએ બજારમાં ચિંતા વધારી છે

યુએસ ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટીને 82.80 પર બંધ થયો
ફાર્મા ઇન્ડેક્સ 2.39 ટકા, હેલ્થકેર ઇન્ડેક્સ 2.67 ટકા અને આઇટી ઇન્ડેક્સ 0.53 ટકા વધ્યો હતો. બુધવારે બજારમાં સન ફાર્મા, એચસીએલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને નેસ્લે ઈન્ડિયા ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકી અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ઘટ્યા હતા. યુએસ ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટીને 82.80 પર બંધ થયો હતો.

ચીનમાં કોવિડના વધતા કેસોએ બજારમાં ચિંતા વધારી છે
સંશોધનના વડા, LKP સિક્યોરિટીઝ એસ. રંગનાથને જણાવ્યું હતું કે, “ચીન અને અન્યત્ર કોવિડના કેસ વધવાના ભયને કારણે બેન્ચમાર્ક સૂચકઅંકો ફરી ઘટ્યા હતા પરંતુ આજનો ઘટાડો નીર્વેશ્કોમાં વધુ જોવાયો હતો કારણ કે સ્ક્રીન પરનો લાલ રંગ પેથોલોજી લેબ્સ, હોસ્પિટલો અને કોવિડ-19 સંબંધિત ચિહ્નો દર્શાવે છે. દવાઓ સાથે સંકળાયેલા ફાર્મા કાઉન્ટરો સિવાયના તમામ સૂચકઅંકો ભારે અફડાતફડીમાં હતા. હેલ્થકેર અને IT સૂચકાંકો સિવાયના તમામ સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ચમાર્ક સૂચકાંકો લીલામાં ખૂલવા છતાં બપોરના વેપારમાં એક ટકાથી વધુ તૂટ્યા હતા. અગાઉ વિકસિત દેશોના બજારો લીલા નિશાન પર ટ્રેડ કરતા હતા.

મંગળવારે સેન્સેક્સ પણ તૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આબિઝનેસ સપ્તાહની શરૂઆત મજબૂત તેજી સાથે થઈ હતી. પ્રથમ દિવસે સોમવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું અને વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 468 પોઈન્ટ વધીને 61,806 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 151 પોઈન્ટના ઉછાળા સાથે 18,420 પર બંધ થયો હતો. પરંતુ મંગળવારે બીજા દિવસે બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે સેન્સેક્સમાં 103 પોઇન્ટનો ઘટાડો થયો હતો. બીજી તરફ બુધવારે કોરોનાની અસરથી માર્કેટમાં કડાકો બોલી ગયો હતો અને સેન્સેક્સ 635 પોઈન્ટ નીચે આવી ગયો હતો.

Most Popular

To Top