Vadodara

સોનું તેમજ વાહનોની ખરીદી માટે ધસારો

વડોદરા : આજે દશેરાનો પર્વ અનેકવિધ રીતે મહત્વનો છે. આજના દિવસને વાહન ખરીદી માટે શુભ માનવામાં આવ્યો છે. સાથે અસુરી શક્તિનો નાશ કરવા માટેનું પણ મહત્વ છે. ઉપરાંત આજના દિવસે શાસ્ત્રોની પૂજા કરવાનું પણ મહત્વ છે.
દશેરાને દિવસે કોઈ પણ શુભ મુહૂર્ત જોયા વગર લોકો મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી કરે છે. મોટર, સ્કૂટર, સહિતના વાહનો આજે મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયો હતા. દશેરાનો દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે. ઉપરાંત શસ્ત્રપૂજન કરવામાં આવે છે અને સોનુ ખરીદવામાં આવે છે.

દશેરાના દિવસે વિશેષ કરીને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. પ્રતાપનગર સ્થિત વડોદરાના રાજવી પરિવાર પાસે સૈકા પુરાણા હથિયારો સહિત બંદૂકો અને અન્ય શસ્ત્રો તેમના શસ્ત્રાગારમાં સામેલ છે જેમાં ભાલા,તલવારો, ઢાલ, પિસ્તોલ, તિરકામઠા , સહિત અન્ય પૌરાણિક હથિયારો નો સમાવિષ્ટ છે. વડોદરા શહેરના નગરજનોએ દશેરાના શુભ મુહરતે સોનુ તેમજ સોનાના દાગીના ખરીદવામાં આવ્યા હતા. અને આજના દિવસે શુકનનું એકાદ ગ્રામ જેટલું સોનુ ખરીદયુ હતું. શહેરની સોનીઓની દુકાનોમાં સોનુ ખરદીવા માટે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે. તેથી લોકો સવારથીજ ફાફડા જલેબી અને ચોલાફળી ખરીદવા માટે ઉમટી પડી હતી. મોટા ભાગની દુકાનોમાં તેમજ ઉભા કરવામાં આવેલ ફાફડા જલેબીના સ્ટોલ પર લાઈનો જોવા મળી હતી.

Most Popular

To Top