Entertainment

ભારતીય સિનેમા માટે ગૌરવશાળી દિવસ: ફિલ્મ RRRનું “નાટુ નાટુ” ગીત ઓસ્કાર માટે નોમિનેટ

નવી દિલ્હી: ફિલ્મ (Film) RRRનું ગીત નાટુ-નાટુ ભારત (India) સાથે દુનિયાભરમાં (World) પોતાનો ડંકો વગાડી રહ્યો છે. હવે ફરીએક વાર આ ફિલ્મે ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ફિલ્મે ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ભારતનું નામ રોશન કર્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મે હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત બેસ્ટ ફોરેન લેંગ્વેજ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પણ મેળવ્યો હતો. જણાવી દઈએ કે હવે આ ફિલ્મનું સોંગ નાટુ નાટુને 95માં ઓસ્કર એવોર્ડ 2023માં નોમિનેટ થયું છે. આ સોંગ બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જાણકારી મુજબ આ ગીતને માત્ર નોમિનેશનમાં જ નહીં જીતશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

જાણકારી મુજબ ફિલ્મ RRRનાં ગીત ‘નાટુ નાટુ’એ લેડી ગાગા અને રી-રીના ગીતોને પાછળ છોડી દીધા છે. ચાહકોને આશા છે કે ફરી એકવાર ફિલ્મ RRRનું ગીત ‘નાટુ નાટુ’ ઈન્ટરનેશનલ એવોર્ડ ઘરે લાવશે. બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ્સ 2023 નોમિનેશન તેના નામાંકન હોસ્ટ રિઝ અહેમદ અને અભિનેત્રી એલિસન વિલિયમ્સ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સમાચાર પછી ચાહકોનું માનવું છે કે ભારતીય સિનેમા માટે આજનો દિવસ ખરેખર એક મોટો તેમજ ગૌરવશાળી દિવસ છે.

આ સિવાય શોનક સેનની ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ઓલ ધેટ બ્રેથ્સ પણ ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થઈ છે. એટલું જ નહીં ગુનીત મોંગી દ્વારા દિગ્દર્શિત ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને એક ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ માટે ચાહકો કહી રહ્યાં છે કે આજનાો દિવસ ભારતીય સિનેમા માટે ખૂબ જ ગર્વનો છે. ભારતની જ ત્રણ ફિલ્મો ઓસ્કાર જીતવાની રેસમાં સામ સામે આવી છે. જો કે ભારત તરફથી સત્તાવાર પ્રવેશ, ‘ચેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ટોચના 15માં શોર્ટલિસ્ટ થયો હતો, તે દૂરથી કોઈપણ કેટેગરીમાં પણ સ્થાન મેળવી શક્યું ન હતું.

Most Popular

To Top