Entertainment

અભિનેતા વિક્રાંત મેસીની આ ફિલ્મ ઓસ્કારની રેસમાં સામેલ

મુંબઈ(Mumbai): વિક્રાંત મેસી (VikrantMessi) સ્ટારર ’12મી ફેલ’ (12 Fail) ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. એક મહિના પહેલા થિયેટર્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કોઈ ખાસ પ્રમોશન અને ચર્ચા વિના રિલીઝ થઈ હતી. દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા (VidhuVinoadChopra) કે જેમણે પોતાના કરિયરમાં ઘણી આઇકોનિક ફિલ્મો બનાવી છે તેમણે લાંબા સમય બાદ ’12 ફેલ’નું દિગ્દર્શન કર્યું હતું. આ એક નાના બજેટમાં બનેલી ફિલ્મ છે. આ રિલીઝ પણ બહુ ઓછી સ્ક્રીન પર થઈ હતી પરંતુ વિવેચકો તરફથી મળેલી જબરદસ્ત પ્રશંસા અને લોકોના પ્રેમથી ફિલ્મ એટલી વધી ગઈ કે તેણે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કરવાનું શરૂ કર્યું હતું.

વિક્રાંત મેસીએ કહ્યું કે ’12 ફેઈલ’ ઓસ્કારની (Oscar) રેસમાં જોડાઈ ગઈ છે. વિક્રાંતે કહ્યું કે તેમની ફિલ્મ સ્વતંત્ર નોમિનેશન દ્વારા ઓસ્કાર માટે સબમિટ કરવામાં આવી છે. વિક્રાંતે કહ્યું કે તેને અને સમગ્ર ટીમને વિશ્વાસ છે કે લોકોને ફિલ્મ ગમશે. પરંતુ કોઈને અંદાજ ન હતો કે તે આટલી પસંદ આવશે. વિક્રાંતે કહ્યું, મેં નહોતું વિચાર્યું કે લોકો બીજી કે ત્રીજી વખત ફિલ્મ જોવા જશે. ઘણા લોકો તેમના પરિવાર સાથે ગયા હતા. આ સાબિત કરે છે કે સામાન્ય માણસ સારી સિનેમા જોવા માંગે છે. માત્ર મનોરંજન જ નહીં, સારી વાર્તા પણ કામ કરે છે.

27 ઓક્ટોબરે રિલીઝ થયેલી ’12 ફેલ’ અનુરાગ પાઠકની આ જ શીર્ષકની નવલકથા પર આધારિત છે. રિયલ લાઈફ આઈપીએસ ઓફિસર મનોજ કુમાર શર્મા અને આઈઆરએસ ઓફિસર શ્રદ્ધા જોશીની આ સ્ટોરી નવલકથાના રૂપમાં પણ લોકોને પસંદ પડી હતી.

ફિલ્મમાં આ વાર્તા જોયા પછી લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને ફિલ્મને જોરદાર દર્શકો મળ્યા હતા. વિક્રાંત મેસી અને મેધા શંકર સ્ટારર ’12મી ફેલ’, જેણે આ રવિવાર સુધી 31 દિવસ થિયેટરોમાં વિતાવ્યા છે, તેણે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે

Most Popular

To Top