Sports

વર્લ્ડ કપની હાર બાદ રોહિત શર્માએ પહેલીવાર પોતાના દિલની વાત કરી, VIDEO

નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપની (ICC ODI World Cup) ફાઈનલ મેચ હાર્યા બાદ પહેલીવાર ભારતીય ક્રિકેટ (Indian cricket) ટીમના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) પોતાના દિલની વાત કરી છે. રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ થયો છે. જેમાં રોહિત શર્મા કહે છે કે, હું હારની નિરાશામાંથી બહાર આવી શકીશ કે નહીં તેની મને ખબર નહોતી. પરંતુ ચાહકોના પ્રેમના લીધે ફરી એકવાર તેને ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરવાની પ્રેરણા મળી છે.

જોકે, રોહિતે એ જાહેર નથી કર્યું કે તે કઈ ટોચ પર પહોંચવા માંગે છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી ટી-20 વિશ્વ કપમાં (T-20 World Cup) ભારતનું નેતૃત્વ કરવાનું રોહિત શર્માનું પ્લાનિંગ છે.

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના ફેન પેજ પર લખ્યું કે, પહેલાં થોડા દિવસ તો મને કંઈ સમજ જ પડી રહી નહોતી. હું કેવી રીતે આ આઘાતમાંથી બહાર આવી શકીશ તે મને ખબર પડતી ન હતી. મારા પરિવાર અને મિત્રોએ મને હિંમત આપી. હારને પચાવવી સરળ નહોતી. પરંતુ જીવન ચાલતું રહે છે. આગળ વધવું આસાન નહોતું. આ સાથે રોહિતે એ ચાહકોનો આભાર માન્યો હતો જે ચાહકોએ વર્લ્ડ કપમાં ટીમના સારા પર્ફોમન્સના સમજી સરાહના કરી હતી.

રોહિતે કહ્યું, લોકો મારી પાસે આવી મને કહેતા કે તેઓને ટીમ પર ગર્વ છે. મને તે સાંભળી ખૂબ જ સારું લાગતું. તે સાથે હું ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવવા લાગ્યો. મેં વિચાર્યું તમે આવા જ શબ્દો તો સાંભળવા માંગો છો.

તેઓએ કહ્યું, લોકો જ્યારે સમજે છે કે ખેલાડીઓ પર શું વીતી રહી છે અને તેઓ પોતાની નિરાશા અને ગુસ્સો કાઢતા નથી. તે ખેલાડીઓ માટે ખૂબ જ મહત્ત્વની છે. મારા માટે તે વાત ખૂબ જ મહત્ત્વની છે. ચાહકો જ્યારે પણ મળ્યા તેઓએ પ્રેમ જ વરસાવ્યો છે. ચાહકોના પ્રેમના લીધે પરત ફરવામાં અને નવેસરથી તૈયારીઓ કરવાની પ્રેરણા મળી છે. ફરી એકવાર ટોચ પર પહોંચવાના પ્રયાસ કરવો છે.

રોહિતે કહ્યું ચાહકો તરફથી જબરદસ્ત ટેકો મળ્યો, પણ…
રોહિતે કહ્યું, ‘આખા વર્લ્ડ કપ દરમિયાન અમને દર્શકોનો જબરદસ્ત સપોર્ટ મળ્યો. જમીનની અંદર અને ઘર પર નજર રાખનારાઓ તરફથી પણ. હું તેની પ્રશંસા કરું છું. પરંતુ હું વિશ્વ કપ વિશે જેટલું વધુ વિચારું છું, તેટલું જ દુઃખી થાય છે કે અમે જીતી શક્યા નથી. તેણે કહ્યું, ‘હું 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. મારા માટે આ સૌથી મોટો પુરસ્કાર છે. અમે આ માટે ઘણી મહેનત કરી છે અને જો અમે જીતીશું નહીં તો અમે નિરાશ થઈશું. ક્યારેક નિરાશા થાય છે કારણ કે આપણે જેના માટે સખત મહેનત કરી રહ્યા હતા, જેનું સપનું જોતા હતા તે આપણને મળ્યું નથી.

Most Popular

To Top