Sports

રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યો, 43 વર્ષની વયે આ નંબર-1 રેકોર્ડ બનાવ્યો

મેલબર્ન: ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી (Australian Open) ભારતીય ટેનિસ (Indian Tennis) ચાહકો માટે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. અનુભવી ખેલાડી (Experienced player) રોહન બોપન્ના (Rohan Bopanna) તેના પાર્ટનર મેથ્યુ એબ્ડેન (Matthew Ebden) સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ની ડબલ્સ સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે સીધા સેટમાં 6-4, 7-6થી જીત મેળવી હતી. તેમજ બોપન્નાએ મેન્સ ડબલ્સ ટેનિસ ઈતિહાસમાં વર્લ્ડ નંબર 1 બનનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહન અને એબ્ડેનની જોડીએ મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીની છઠ્ઠા નંબરની જોડીને હરાવી હતી. આ સાથે જ 43 વર્ષની ઉંમરે બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. તેમજ બોપન્નાના સૌથી સફળ સહખેલાડીમાંથી એક મેથ્યુ એબ્ડેને પુરુષોની ડબલ્સ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત કર્યું છે.

આ જીતે તમામ સ્લેમ્સમાં ઓછામાં ઓછા સેમિફાઇનલ દેખાવનો તેમનો સેટ પણ પૂર્ણ કર્યો છે. 2011, 2016, 2018 અને 2021 માં ચાર ક્વાર્ટર ફાઇનલમાં રન કર્યા બાદ બોપન્ના 2022 માં રોલેન્ડ ગેરોસ ખાતે સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તેમજ તેણે માટવે મિડેલકૂપની ભાગીદારી કરી હતી. વિમ્બલ્ડનમાં તેણે 2013, 2015 અને 2023માં ત્રણ સેમિફાઈનલમાં ભાગ લીધો હતો. જ્યારે ન્યૂયોર્કમાં તેણે બે વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમજ 2010 બીજા વર્ષે પણ તેણે ફાઇનલ્સમાં પ્રવેશ મેળવ્યો હતો.

જણાવી દઇયે કે બીજા ક્રમની પુરૂષ ડબલ્સ જોડીનો હવે પછીનો મુકાબલો ચીનના ઝાંગ ઝિઝેન અને ચેક રિપબ્લિકના ટોમસ માચાચ સાથે થશે. આ ટીમે ગઇ કાલે મંગળવારે ક્વાર્ટર ફાઇનલમાં એડમ પાવલસેક અને એરિયલ બેહારને 6-3, 6-1થી હરાવ્યું હતું.

બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં
હવે બોપન્નાની નજર તેના પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પર છે. તેની એબડેન સાથેની ભાગીદારી શાનદાર રહી હતી. બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચ્યો છે. બોપન્નાએ 2008માં પ્રથમ વખત મેન્સ ડબલ્સમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે ક્યારેય ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યો ન હતો.

13 વર્ષના લાંબા સમયગાળા બાદ બોપન્ના ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં
43 વર્ષીય બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને સેમી ફાઈનલમાં ફ્રેન્ચ જોડીને 7-6, 6-2થી હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી. આ સાથે 13 વર્ષની લાંબી રાહ બાદ બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (Grand slam)માં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે.

Most Popular

To Top