National

કેજરીવાલે PM મોદીની તુલના ઈંદિરા ગાંધી સાથે કરી કહ્યું હવે અતિ કરી રહ્યાં છે, સમય આવતા ઉપરવાળો ઝાડુ…

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) રાજનિતિમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યા પછી રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા (Resignation) પછી કેજરીવાલે બીજેપીને (BJP) આડેહાથે લીધો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીની તુલના ઈંદિરા ગાંધી સાથે કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી હાલ ઈંદિરા ગાંધીની જેમ વધારે કરી રહ્યાં છે. આ ઉપરાંત કેજરીવાલે મનીષ સિસોદીયા તેમજ સત્યેન્દ્ર જૈનને દેશભકત પણ કહ્યાં હતા.

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું છે કે મારી દિલ્હીવાસીઓ સાછે વાત છે તેઓ સૌ સ્તબધ થઈ ગયા છે. તમામ લોકોના ગુસ્સાનો પાર રહ્યો નથી. લોકો કહી રહ્યાં છે કે બીજેપી જેને ને તેને જેલમાં બંધ કરી રહ્યાં છે. આપ દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેને તેઓ અટકાવવા માગે છે આ ઉપરાંત જયારથી પંજાબમાં આપ જીત્યું છે ત્યારથી આ લોકોની સહન શકિત ધટી ગઈ છે. લોકોએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી આંધી છે જે કોઈ પણ હિસાબે રોકાવાનું નામ ન લેશે તેમજ હવે તે આવા નાના નાના છમકલાથી ડરીને અટકી પણ ન જશે. સીએમે કહ્યું કે અમે ડોર ટુ ડોર કેંપેન ચલાવીશું. એક સમય હતો જયારે ઈંદિરા ગાંધીએ વધારે પડતુ કર્યું હતું હવે પ્રધાનમંત્રીજી કરી રહ્યાં છે. પણ એક સમય આવશે જયારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવશે.

કેજરીવાલે આ વાત ઉપર ભાર મૂકયો કે સિસોદીયાની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ શિક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ સરસ કામ કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે અમને અમારા બંને મંત્રી ઉપર ખૂબ જ ગર્વ છે. કારણકે સત્યેન્દ્ર જૈને દુનિયાને નવું હેલ્થ મોડેલ આપ્યું હતું તો મનિષ સિસોદીયાએ સરકારી શાળાની કાયાપલટ કરી હતી. કેજરીવાલે કહ્યું શારાબ નીતિતો માત્ર એક બહાનું છે, આ બધું ખોટું છે. પીએમ ઈચ્છે છે કે સારા કામને અટકાવી દેવામાં આવે તેમજ અમે જે કામ કરી રહ્યાં છે તે અમે ન કરી શકીએ. વધારામાં કેજરીવાલે કહ્યું કે જયાં ભાજપની સરકાર છે ત્યાં તેઓ એક શાળા કે હોસ્પિટલ સરખી કરાવી શકયા નથી જેના કારણે અમે કામ કરી રહ્યાં છે તો અમને રોકવા માટે આવી નિતીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top