Comments

શીખવાની તૈયારી

એક યુવાન મહાન ખ્યાતી પ્રાપ્ત શિલ્પી પાસે ગયો અને તેને વિનંતી કરીને કહેવા લાગ્યો, ‘હું તમારા જેવી શિલ્પકલા શીખવા માંગું છું મને તમારો શિષ્ય બનાવી લો …તમે જે કહેશો તે કરીશ …અને તમે જે શીખવશો તે શીખીશ …તમારી સાથે જ રહીશ.’ શિલ્પકાર બોલ્યા, ‘જો હું કોઈને શિષ્ય બનાવતો નથી અને હાથ પકડીને કઈ શીખવતો નથી.તારી પુરેપુરી શીખવાની તૈયારી હોય તો તું અહીં મારી સાથે રહે તેનો મને વાંધો નથી પણ હા , કોઈ વાતની ફરિયાદ મને કરતો નહિ.’

આટલું કહીને શિલ્પકાર તો પોતાના કામમાં લાગી ગયા.યુવાન ત્યાં જ રોકાઈ ગયો.ઘણા દિવસો વીત્યા શિલ્પકાર પોતાની ધૂનમાં શીપમાં ખોવાઈ જતા ઘણીવાર આખી રાત કામ કરતા…ઘણીવાર બસ પથ્થરને જોતા કલાકો બેસી રહેતા.પેલો યુવાન આ બધું જોતો રહેતો અને મનમાં મુંઝાતો કે મને તો કઈ કહેતા નથી કઈ શીખવતા નથી કોઈ કામ આપતા નથી આમ હું શું શીખીશ.

એક દિવસ યુવાને હિંમત કરીને શિલ્પકારને કહ્યું, ‘મેં તમને મારા ગુરુ ગણ્યા છે મને કઇંક તો શીખવો.’શિલ્પકાર બોલ્યા, ‘અરે, મેં તો તને પહેલા દિવસે જ કહ્યું હતું કે હું તને હાથ પકડીને કઈ શીખવાડીશ નહિ … તું આટલા દિવસથી અહીં છે, મારી સાથે રહે છે ,મને દિનરાત કામ કરતા જુએ છે છતાં હજી કહે છે કે મને કૈક તો શીખવો.મારા અસ્તિત્વમાંથી ..મારા કામમાંથી તું કઈ શીખી શક્યો નહિ…તો કઈ રીતે શીખીશ.હું તારી નજર સામે ચુ ..નજર સામે કામ કરું છું જો તું મારા અસ્તિત્વમાંથી શીખવા લાગ્યો હોત તો ઘણું શીખી ચુક્યો હોત.’આટલું કહી શિલ્પકાર ફરી કામે લાગી ગયા અને યુવાન નિરાશ થઈને ચાલ્યો ગયો.

થોડા દિવસ બાદ તે ફરીથી આવ્યો અને કહેવા લાગ્યો, ‘મને ફરી સ્વીકારો ..મારું ધ્યેય તમારા જેવા શિલ્પકાર બનવાનું જ છે માટે હું ફરી આવ્યો છું મારી વિનંતી છે કે મને કૈંક શીખવો અથવા મારી ભૂલ કયા થાય છે તે જણાવો.મને સમજાવો કે હું તમારા અસ્તિત્વમાંથી કઈ રીતે શીખી શકું??’ શિલ્પકાર બોલ્યા, ‘યુવાન તું મારા જેવો શિલ્પકાર બનવા માંગે છે ..શિલ્પકળા શીખવા માંગે છે તે સારું છે.

જો જે કૈંક શીખવા માંગે છે ..શીખવાની જેની તૈયારી છે તેને કઈ જ શીખવવાની જરૂર હોતી નથી.અને જે શીખવા તૈયાર જ નથી તેને કોઈ પણ ગુરુ કઈ જ શીખવી શકતા નથી.જયારે તારી શીખવાની પુરેપુરી તૈયારી હશે ત્યારે તું રોજ એક નવી વસ્તુ શીખી શકીશ.સૌથી પહેલા શીખવાની તૈયારી પૂરે પૂરી કર.જો તૈયારી હશે તો તરત તું મારા એક એક કાર્ય નોંધવા લાગીશ અને આપોઆપ શીખતો જઈશ.’શિલ્પકારે શીખવાની તૈયારીનુ મહત્વ સમજાવ્યું. ચાલો શીખવાની પુરેપુરી તૈયારી રાખીએ અને રોજ કૈંક નવું શીખીએ.

Most Popular

To Top