National

ભાજપ અધ્યક્ષ પર ટિપ્પણી મામલે ઝારખંડ હાઈકોર્ટે કેસ ખતમ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી

રાંચીઃ (Ranchi) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2018માં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સામેના તેમના નિવેદન અંગેના કેસને સમાપ્ત કરવાની તેમની અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં સિવિલ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. સિવિલ કોર્ટમાંથી સમન્સ મળ્યા બાદ રાહુલ ગાંધીએ કેસનો અંત લાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2018માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આ અંગે રાંચીની નીચલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. સિવિલ કોર્ટમાંથી સમન્સ મળ્યા બાદ રાહુલ ગાંધીએ રાંચી હાઈકોર્ટમાં કેસનો અંત લાવવા માટે અરજી કરી હતી. પરંતુ ત્યાં પણ તેઓને નિરાશા હાથ લાગી હતી. રાંચી હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.

વર્ષ 2018માં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારપછી બીજેપી જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રાહુલ વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top