Comments

રાહુલ ગાંધી માનહાનિ કેસઃ શું તેમને ન્યાય મળ્યો?

રાહુલ ગાંધી સામે થયેલા ફોજદારી માનહાનિનાં કેસ જેમાં તેમને બે વર્ષની જેલની સજા થઈ છે તેને દોષિત ઠેરવવા પર રોક લગાવવા માંગ કરતી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. એપ્રિલમાં, સુરતની એક સેશન્સ કોર્ટે તેના આગલા મહિનામાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા પસાર કરાયેલા દોષિત ઠરાવના આદેશ સામે કોંગ્રેસના નેતાની અપીલ ફગાવી દીધી હતી. આનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી, જે 2019માં કેરળના વાયનાડથી લોકસભા માટે ચૂંટાયા હતા, તેઓ સંસદ સભ્ય રહેવા લાયક નથી. હવે તેઓ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

પણ રાહુલ ગાંધી સામે કેસ શું છે?
13 એપ્રિલ, 2019 ના રોજ કોલાર (કર્ણાટક)માં એક રેલીમાં રાહુલ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, ત્યાં તેમણે ટિપ્પણી કરી ‘‘શા માટે બધા ચોરોની અટક ‘મોદી’ હોય છે?, પછી તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય’’ તેણે ભાગેડુ નીરવ મોદી અને ભૂતપૂર્વ ક્રિકેટ સંચાલક લલિત મોદી જે બંને પર નાણાકીય છેતરપિંડીના આરોપો છે તેનો વ્યંગ સંદર્ભ આપ્યો હતો. રાહુલના ભાષણના બીજા દિવસે, ભાજપના સ્થાનિક નેતા અને બાદમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી, પૂર્ણેશ મોદીએ સુરત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ એક ખાનગી ફરિયાદ દાખલ કરી, જેમાં કોંગ્રેસ નેતા પર મોદી નામથી દરેક વ્યક્તિને બદનામ કરવાનો આરોપ મૂક્યો. 23 માર્ચ, 2023 ના રોજ, મેજિસ્ટ્રેટ એચ.એચ.વર્માએ રાહુલને IPC કલમ 500 હેઠળ ક્રિમીનલ માનહાનિ(defamation) માટે દોષિત ઠેરવ્યો અને તે કાનૂન હેઠળ માન્ય મહત્તમ સજા આપી. જે બે વર્ષની જેલની છે.

કોર્ટના નિર્ણય બાદ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) લાગુ પડી, જે જણાવે છે: ‘‘કોઈપણ ગુના માટે દોષિત ઠરેલી, બે કે એથી વધુ વર્ષ કેદની સજા પામેલ વ્યક્તિને દોષિત ઠરાવાની તારીખથી ગેરલાયક ઠરશે અને તે ચુકાદા પછીના છ વર્ષના સમયગાળા સુધી અમાન્ય રહેશે’’ પરિણામે 24 માર્ચે, લોકસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું કે રાહુલ ગાંધી, તેમની દોષિત ઠેરવવાની તારીખ 23 માર્ચથી ગૃહમાંથી ગેરલાયક ઠરે છે.

આ 3જી એપ્રિલે રાહુલે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે બે અરજીઓ દાખલ કરી. પહેલી બે વર્ષની સજાને સ્થગિત કરવા માટે અને બીજી દોષિત ઠરાવવા વિરુધ્ધ. રાહુલે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી, તેમને આપવામાં આવેલી મહત્તમ સજા ‘અયોગ્યતા ઠેરવતો હુકમ સાંસદ હોવાને કારણે કરવા આવ્યો હતો માટે કેસ ‘દલીલ કરવા લાયક’ છે. જો બીજી અરજીને મંજૂરી આપવામાં આવી હોત તો તેમનું લોકસભાનું સભ્યપદ ફરી મળી ગયું હોત. 20 એપ્રિલે એડિશનલ સેશન્સ જજ આર.પી.મોગેરાએ બંને અરજીઓ ફગાવી દીધી હતી.

ત્યારબાદ રાહુલ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે એપ્રિલ અને મે મહિનામાં તેમની દોષિત ઠરાવવાતી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે, 7 જુલાઈના રોજ ચુકાદાને અસર કરતો(operative) ભાગ વાંચી સંભળાવ્યો તેમને દોષિત ઠરાતા “કાનૂની અને વાજબી” છે એમ કહી સ્ટે આપવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યુ કે આ સ્ટે મંજૂર કરવો એ નિયમને(Rule) બદલે અપવાદ(Exeption) હશે. જો ચુકાદો રોકવામાં કરવામાં આવે છે તો રાહુલને કોઈ અન્યાય નહીં થાય. જોકે, તેમણે કહ્યું કે ફોજદારી અપીલનો નિર્ણય શક્ય તેટલી ઝડપથી અને ગુણદોષ મુજબ થવો જોઈએ.

કોર્ટે ધ્યાનમાં લીધું કે રાહુલ લગભગ 10 જેટલા ફોજદારી કેસોનો સામનો કરે છે, જેમાં વી.ડી.સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરાયેલા માનહાનિનો કેસ પણ સામેલ છે. જો હાઈકોર્ટે, મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવા પર સ્ટે મંજૂર કર્યો હોત અથવા સેશન્સ કોર્ટના આદેશ સામેની અપીલનો નિર્ણય તેમની તરફેણમાં કર્યો હોત તો રાહુલની સાંસદીય ગેરલાયકાત નકારી શકાઈ હોત. ‘લોક પ્રહરી VS યુનિયન ઓફ ઈન્ડિયા’ માં 2018 ના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અયોગ્યતા ‘અપીલેટ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવાની તારીખથી લાગુ નહીં પડે’ ગુનાની સજા પર રોક લગાવવા માટે, ફોજદારી કાર્યવાહી સંહિતા મુજબ તે ગંભીર ગુનો નથી અને બીજું, સર્વોચ્ચ અદાલતની 2014ની પૂર્વધારણા પ્રમાણે જરૂરી છે કે તે નૈતિકતાને હાનિ પહોંચાડતો ગુનો ન હોય.

પણ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે રાહુલના માનહાનિ કેસમાં એ ‘ગંભીર અપરાધ’ અને ‘નૈતિક હાનિ’ બંનેનો સમાવેશ થાય છે. કાયદામાં આ શબ્દો વ્યાખ્યાયિત નથી પણ સામાન્ય રીતે હત્યા કે બળાત્કાર જેવા ગુનાઓનો નૈતિકતાને હાનિ પહોંચાડતા ગંભીર ગુનાઓમાં સમાવેશ કરાય છે. રાહુલના સમર્થકોને લાગે છે કે ગુજરાત હાઈકોર્ટનો આદેશ એ ગેરવાજબી છે. કોર્ટે બદનક્ષીને એક ભયાનક અપરાધ ગણી લીધો છે. તેઓ માને છે કે રાહુલની ટિપ્પણી ‘બધા ચોરોની અટક મોદી કેમ છે?’ કોઈની પ્રતિષ્ઠાને કે કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડવાની સંભાવના છે.

જો કે, ગુજરાત હાઈકોર્ટે તારણ કાઢ્યું છે કે આ ગુનો ગંભીર છે કારણ કે તે સંસદના સભ્ય અને દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ ભાષણમાં ચૂંટણીના પરિણામને અસર કરવાના હેતુથી કરવામાં આવેલ ખોટા નિવેદનો હતા. કોર્ટે એ પણ ચુકાદો આપ્યો કે ભાષણમાં ‘મોદી’ અટક ધરાવતા લોકોનો ઉલ્લેખ કરીને નિર્ધારિત લોકોના જૂથને બદનામ કર્યું છે. આમ તેણે રાહુલની મુખ્ય દલીલ કે, મોદી અટક ધરાવતા 13 કરોડ લોકો એ શબ્દોથી નારાજ નથી થયા ને ફગાવી દીધી. જે ન તો ગંભીર ગુનો હતો કે નૈતિકતા કોઈ નુકસાન નથી એ અપરાધ માટે સાંસદને ગૃહની બહાર ધકેલી ને ચૂંટણી લડવા માટે પ્રતિબંધિત કરી શકાય નહીં. એ દલીલને પણ હાઈકોર્ટે સ્વીકારી નહિ. અહીં વીર સાવરકરના પૌત્ર દ્વારા રાહુલ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તો સવાલ એ છે કે શું રાહુલને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં આવ્યો?
રાહુલ માટે બહાર નીકળવાનો સરળ રસ્તો એ છે કે જો તેમણે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તે ટિપ્પણી બદલ માફી માંગવી. પણ તેમણે ના પાડી પોતાની મૂશ્કેલી વધારી છે. હકીકતે, જો આરોપી માફી માંગે તો માનહાનિના સંખ્યાબંધ કેસ કોર્ટ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જોકે, તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ માફી માંગવાની વાતને નકારી કાઢી છે. રાહુલ જ્યાં તેમને ન્યાય મળવાની આશા છે તે સુપ્રીમ કોર્ટમાં જશે તો આ મુદ્દો ફરી ગાજશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top