National

દેશમાં ઑક્સિજનના ઔદ્યોગિક વપરાશ પર પ્રતિબંધ : જરૂરિયાતવાળા રાજ્યમાં ટ્રેનથી પુરવઠો મોકલાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જરૂરિયાત ધરાવતા રાજ્યોમાં ઑક્સિજન(oxygen)ની અછતને પહોંચી વળવા રવિવારે નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક હેતુઓ (industrial use) માટે ગેસના પુરવઠા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સમગ્ર આરોગ્ય સુવિધાઓમાં પીએસએ(psa)ના 162 પ્લાન્ટો ઝડપી સ્થાપના ઝડપી કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, આ પ્લાન્ટ દ્વારા ઑક્સિજન ક્ષમતામાં 154.19 મેટ્રિક ટકાનો વધારો થશે.

રેલવે આગામી કેટલાક દિવસોમાં સમગ્ર દેશમાં પ્રવાહી ઑક્સિજન અને ઑક્સિજન સિલિન્ડરોના પરિવહન માટે ‘ઑક્સિજન એક્સપ્રેસ’ (oxygen express) ટ્રેનો દોડાવશે. એમ નેશનલ ટ્રાન્સપોર્ટરે રવિવારે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાલી ટેન્કરો વિજાગ, જમશેદપુર, રાઉરકેલા અને બોકારોથી પ્રવાહી ઓક્સિજન ભરવા સોમવારે મુંબઇ અને નજીકમાં આવેલા કાલામોબલી અને બોઇસર રેલવે સ્ટેશનોથી ટ્રેન શરૂ કરશે. રેલવેમંત્રી પિયુષ ગોયલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, રોલ–ઓન-રોલ-ઓફ માટે ઑક્સિજન ટ્રક્સ ઑક્સિજન એક્સપ્રેસમાં લોડ થઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)ના નેતૃત્વ હેઠળ ભારત સરકાર કોરોનાના દર્દીઓની મદદ માટે તમામ પ્રયત્નો કરવા પ્રતિબદ્ધ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારોએ અગાઉ રેલવે મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો કે રેલવે નેટવર્ક દ્વારા પ્રવાહી ઑક્સિજન ટેન્કરો તેમના રાજયમાં લાવવામાં આવશે કે કેમ.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રથમ ખાલી ટેન્કર 19 એપ્રિલના રોજ શરૂ થશે અને ઑક્સિજન એક્સપ્રેસની ઝડપી ગતિ માટે ગ્રીન કોરિડોર (green corridor) બનાવવામાં આવી રહ્યો છે. પ્રવાહી ઑક્સિજનના પરિવહન મુદ્દે રેલવે બૉર્ડના અધિકારીઓ અને રાજ્ય પરિવહન કમિશનરો અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ વચ્ચે 17મી એપ્રિલના રોજ એક બેઠક મળી હતી.

Most Popular

To Top