Entertainment

RRR ફિલ્મે બાહુબલી-2નો રેકોડ તોડ્યો, રીલીઝ પહેલા જ 750 કરોડની કમાણી કરી

હાલમાં એક પછી એક ધમાકેધર ફિલ્મો આવી રહી છે. જે સારી એવી કમાણી પણ કરી રહી છે. એવામાં એસએસ રાજામૌલીની (SS Rajamouli) અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાહુબલી 2 (Bahubali 2) હતી. પરતું તેમનો આ રેકોડ તેમની જ એક નવી રિલીઝ થનારી ફિલ્મ આરઆરઆરએ (RRR)તોડી દીધો છે. આ ફિલ્મે રીલીઝ પહેલા જ પ્રી-બુકિંગમાં (pre-booking) જ 750 કરોડની કમાણી કરી દીધી છે. આરઆરઆરની કુલ વિશ્વવ્યાપી પ્રી-બિઝનેસની ડીલએ (Deal) ભારતીય મનોરંજન જગતની સૌથી મોટી ડીલ કહેવામાં આવી રહી છે.

  • આરઆરઆરએ તેની રિલીઝ પહેલા જ 750 કરોડની કમાણી કરી રહી છે
  • આરઆરઆરનું પ્રી-બુકિંગ મંગળવારથી શરૂ થઈ ગયું છે
  • એસએસ રાજામૌલીએ 470 કરોડ રૂપિયામાં આરઆરઆરના થિયેટ્રિકલ રાઇટ્સ વેચ્યા છે

આ વર્ષની સૌથી મોટી ફિલ્મ આરઆરઆર વિશે ઘણી અપેક્ષાઓ છે. એસએસ રાજામૌલીનો પોતાને એ પડકાર છે કે તેઓ બાહુબલી જેવી ફિલ્મનો રેકોર્ડ કેવી રીતે તોડી શકે છે. આલિયા ભટ્ટ, અજય દેવગન, રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆરનું પ્રી-બુકિંગ મંગળવારથી શરૂ થઈ ગયું છે. એટલે કે દર્શકો આરઆરઆરનું એડવાન્સ બુકિંગ કરીને આ ફિલ્મની મજા માણી શકશે. આરઆરઆર 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં પ્રવેશ કરશે. આ દરમિયાન આરઆરઆર પ્રી-રિલીઝ બિઝનેસની એડવાન્સ બુકિંગની મેગા કમાણી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, આરઆરઆરએ પ્રી-બુકિંગમાં 750 કરોડની ધમાકેદાર રિકવરી કરી છે.

મળતી માહિતી પરથી, આરઆરઆર રિલીઝ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આંધ્ર બોક્સ ઓફિસના મુજબ, એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનો પ્રી-રિલિઝ થિયેટિકલ બિઝનેસ તમામ ભાષાઓમાં 520 કરોડ રૂપિયાનો છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને બ્લોકબસ્ટર બનવા માટે 780 કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે. તમને જણાવી દઈએ કે એસએસ રાજામૌલીએ 470 કરોડ રૂપિયામાં આરઆરઆરના થિયેટ્રિકલ રાઇટ્સ વેચ્યા છે. આ રકમ તેની અગાઉની ફિલ્મો કરતાં વધુ છે. બાહુબલી 2ના થિયેટ્રિકલ રાઇટ્સ તમને 350 કરોડ રૂપિયામાં વેચાયા હતા. એવું માનવમાં આવી રહ્યું છે કે આરઆરઆર તેની રિલીઝ પહેલા જ 750 કરોડની વસૂલાત કરી ચૂકી છે.

ગયા વર્ષે કોરોનાને કારણે આરઆરઆરની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. તે સમયે એવું બહાર આવ્યું હતું કે પેન મૂવીઝે આરઆરઆરના ઉત્તર ભારતના વિતરણ, ડિજિટલ અને સેટેલાઇટ અધિકારો તમામ ભાષાઓમાં ખરીદ્યા છે. આરઆરઆરએ ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ રિલીઝમાંથી 150 કરોડ અને અન્ય તમામ ભાષાઓમાં થિયેટ્રિકલ રિલીઝમાંથી 250 કરોડની કમાણી કરી છે. આરઆરઆરનો કુલ વિશ્વવ્યાપી પ્રી-બિઝનેસ તમામ અધિકારો સહિત રિલીઝ પહેલા 750-800 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ ડીલને ભારતીય મનોરંજન જગતની સૌથી મોટી ડીલ કહેવામાં આવી રહી છે.

Most Popular

To Top