Business

એજ્યુકેશનમાં પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન – સૌથી મોટું ઉદાહરણ મનીષભાઈ શાહ

સામાન્ય રીતે સ્ટુડન્ટસ કૉલેજમાં જાય, 3 થી 4 વર્ષ ભણે, મિત્રો જોડે આનંદ કરે અને છેલ્લે નોકરી શોધે. આ ચક્ર ચાલતું જ રહેતું હોય છે. હાલમાં  માર્કેટમાં જ્યારે કોમ્પિટિટિવ વાતાવરણ બન્યું છે ત્યારે આવા સ્ટુડન્ટને નોકરી શોધતા આંટા આવી જતા હોય છે. મોટા ભાગની યુનિવર્સિટી માટે આ રૂટિન થઇ ગયું છે પરંતુ આ ઘટમાળમાંથી બહાર આવી, ઇનોવેશન અને પેશનથી મનીષભાઈ શાહે L. J. યુનિવર્સિટીને નવી ઊંચાઈ બક્ષી છે. વ્યક્તિ પોતાના વિચારો અને એક્શનથી કેવો પોઝિટિવ ડિફરન્સ ઊભો કરી શકે છે તે જાણવા માટે મનીષભાઈને જાણવા પડે.

લગભગ 25 વર્ષોથી એજ્યુકેશન ફિલ્ડમાં કોન્ટ્રીબ્યુટ કરનારા મનીષભાઈએ કરિયરની શરૂઆત પ્રોફેસર તરીકે શરૂ કરી હતી. 1994થી પીરઝાદાના માર્ગદર્શન હેઠળ L. J. કૉલેજના ગ્રોથમાં સહયોગ આપવાની શરૂઆત કરી. તે વખતે એ જ એક માત્ર  કૉલેજ  4 થી 5 પ્રકારના કોર્સ ચલાવતી હતી. સખત મહેનત, પરિશ્રમ અને સમાજને કંઈક નવું આપવાની ભાવનાને પગલે હાલમાં મનીષભાઈના નેતૃત્વ હેઠળ અત્યારે L. J. યુનિવર્સિટી ગુજરાતની સૌથી બીજી મોટી યુનિવર્સિટી બની ગઈ છે.  સ્વભાવે સરળ, એપ્રોચેબલ અને નમ્ર મનીષભાઈનું વ્યક્તિત્વ L. J. યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને સ્ટુડન્ટસ માટે હંમેશાં પ્રેરણાદાયક રહ્યું છે.

કદાચ મનીષભાઈ પહેલા એવા યુનિવર્સિટીના લીડર હશે કે જેમને વિધાર્થીઓ અને પ્રોફેસર્સ ક્યારેય  મળી શકે. મનીષભાઈની ખાસિયત છે કે નીતનવા વિષય પર પોતાની જાતને અપડેટ રાખે છે. ઘણી કૉલેજો અને યુનિવર્સિટી ઘણી બધી નવી યોજનાઓ અમલમાં મૂકતી  હોય છે પરંતુ મનીષભાઈના નેતૃત્વ હેઠળ L. J. યુનિવર્સિટીમાં બધી જ યોજનાઓનું 100% અમલીકરણ થાય છે. મનીષભાઈ પોતે જ ખાસ રસ લઈને જે યોજનાઓ અમલમાં મૂકી હોય તેનું ઇફેક્ટિવ મોનિટરીંગ કરે છે. જયારે મનીષભાઈને પૂછવામાં આવ્યું કે એવી કઈ બે – ત્રણ બાબતો છે જેનાથી L. J. યુનિવર્સિટી બધા કરતાં અલગ છે તો તેમણે નીચેની બાબતો કહી : 

1. પરીક્ષાર્થી આન્સરશીટની કોપી પોતાની પાસે રાખી શકે છે અને એટલું જ નહીં પોતાના સહવિદ્યાર્થીઓની આન્સરશીટની કોપી પણ માંગી શકે છે.
2. કોઈ પણ પરીક્ષાનું પેપર કોમ્પ્યુટર વડે સોફ્ટવેરની મદદથી જ કાઢવામાં આવે છે.
3. પરીક્ષા આપ્યાના 24 કલાક પછી રિઝલ્ટ તુરંત જ જાહેર કરવામાં આવે છે.
4. ફેકલ્ટી ઈવલ્યુએશન માટે 360 ડિગ્રી ફીડબેક લેવામાં આવે છે. બીજું મહત્ત્વનું કામ મનીષભાઈએ એ કર્યું કે વધારેમાં વધારે સ્ટુડટન્સ અને પ્રોફેસર્સનું ઇન્ડસ્ટ્રી જોડે ઈન્ટરેકશન વધારવાનું. મનીષભાઈ ચોક્કસ માને છે કે જો ઇન્ડસ્ટ્રીને શું જોઈતું હોય અને તે જ તેમને પીરસવામાં આવે તો સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ આપોઆપ થઇ જાય છે. એટલે જ પ્લેસમેન્ટની બાબતોમાં L. J. યુનિવર્સિટીએ બધા જ રેકોર્ડ તોડ્યા છે.

મનીષભાઈ, પર્સન વિથ ડિફરન્સ છે. એના નીચે મુજબનાં કારણો છે 
1.  તેમનું ખૂબ જ ઝીણવટભર્યું ઓબઝર્વેશન.
2.  નીચેનાથી નીચેના લેવલે જઈ જમીની હકીકતોને જાણે છે.
3.  સ્ટુડન્ટસ જોડે લાઈવ કનેક્ટ રહે છે. આથી સ્ટુડન્ટસને શું જોઈએ છે તેમનો તેમને ખ્યાલ રહે છે.
4.  5 કે 10 વર્ષ પછીના ભવિષ્યને અત્યારથી જ જોઈ લેવું અને તૈયારી કરવી.
5.  ઇન્ડસ્ટ્રી લીડર્સની યુનિવર્સિટીમાં સતત વિઝિટ.
6. ટીમ વર્ક વગર બેસ્ટ રિઝલ્ટ ન આવે તે મનીષભાઈની ખાસ માન્યતા છે.
7.  જે કઈ કરવું તે બેસ્ટ કરવું અને તે કરવા માટેનું ઝનૂન મનીષભાઈ જોડે છે.

ભારતમાં જો કંપનીઓએ સારું પ્રદર્શન કરવું હોય તો ઉત્તમ કોટિના હ્યુમન રીસોર્સીસ કંપની પાસે હોવા જોઈએ. મનીષભાઈ શાહે પોતે એક સામાજિક જવાબદારી લીધી છે કે L. J. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી યુવાન બહાર આવે ત્યારે તેનું ટેલેન્ટ ઉત્તમ કોટિનું હોય. મનીષભાઈ અભ્યાસ સાથે સ્ટુડન્ટસના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સ્પોર્ટસ સહિતના વિવિધ પ્રોગ્રામ્સનું પણ સમયાંતરે આયોજન કરતા હોય છે.

એજ્યુકેશન સેક્ટરે મનીષભાઈ જોડેથી નીચે મુજબનું શીખવું પડે
1.  થિયરી અગત્યની છે પરંતુ સાથે સાથે ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે તેનો ખ્યાલ હોવો જોઈએ.
2.  નવી યોજના અમલમાં મૂકવી સહેલી છે પરંતુતેનું અમલીકરણ 100 % થવું જોઈએ.
3.  તમારી જોડે શ્રેષ્ઠ ટીમ હશે તો જ તમે જીતી શકશો.
4.  ઇનોવેશન અને ટ્રાન્સપરન્સી એ બે મુદ્દા તમને બધા કરતાં અલગ તારવી શકે.
ubhavesh@hotmail.com

Most Popular

To Top