Business

રસ્તા પર લોહીલુહાણ ઇજાગ્રસ્તને મદદ કરી તો હવે પોલીસ તમને 1 લાખ ઇનામ આપશે

સુરત: રસ્તામાં (Road) થતા અકસ્માતમાં (Accident) પોલીસના (Police) ડરથી મદદ નહીં કરનાર લોકો માટે સારા સમાચાર છે. હવે જો તમે રસ્તા પર કોઇ ઇજાગ્રસ્ત (Injured) હોય અને તમે તેને મદદ કરી તો સરકાર તમને એક લાખ રૂપિયા ઇનામ આપશે. વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

  • જો કોઇનો જીવ બચશે તો સરકાર ગુડ સમરિટન એવોર્ડ આપશે
  • 12 ઓક્ટોબરે યોજાયેલી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતો રજૂ થઈ
  • રાજ્યની રોડ સેફ્ટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચૂકવણી માટે મોકલવાના રહેશે

આ ઉપરાંત જો કોઇનો જીવ બચશે તો સરકાર ગુડ સમરિટન એવોર્ડ આપશે. આ ઉપરાંત ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે. 12 ઓક્ટોબરે યોજાયેલી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતો રજૂ થઈ હતી, જેમાં ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ ઓફ ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલમાં કરાઈ છે.

વિશેષ સમિતિ આ રીતે કરશે પસંદગી પ્રક્રિયા
1.ડોક્ટર પાસેની વિગતો ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપવા પડશે.
2.પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ધોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે.
3.રાજ્યની રોડ સેફ્ટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચૂકવણી માટે મોકલવાના રહેશે.
4.પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફ્ટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે.

Most Popular

To Top