Madhya Gujarat

ગળતેશ્વરના અંબાવ પે સેન્ટર શાળામાં વાલીઓની તાળાબંધી

સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામના રહીશોના વિરોધને પગલે આજથી છ મહિના પહેલાં અંબાવ પે સેન્ટર શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી હતી. જોકે, છ મહિના બાદ આચાર્ય અને શિક્ષિકાને પુનઃ અંબાવ પે-સેન્ટર શાળામાં મુકતાં ફરી એક વખત વિવાદ વકર્યો છે. રોષે ભરાયેલાં ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરી હતી. જેને પગલે શિક્ષણ વિભાગ દોડતું થયું હતું.

ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ પે-સેન્ટર શાળામાં આજથી છ મહિના અગાઉ આચાર્ય તરીકે હસમુખભાઈ રણછોડભાઈ પરમાર તેમજ આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે મિત્તલબેન સોમાભાઈ પરમાર ફરજ બજાવતા હતાં. દરમિયાન આચાર્ય અને શિક્ષિકા વચ્ચેના અંગત સબંધોને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. પોતાના બાળકો ઉપર ખરાબ સંસ્કાર ન પડે તે માટે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવાની ઉગ્ર માંગ કરી હતી. જેને ધ્યાનમાં લઈ ગત તા.27-1-23 ના રોજ આચાર્ય હસમુખભાઈ અને શિક્ષિકા મિત્તલબેનની અંબાવ પે-સેન્ટરમાંથી બદલી કરી, અન્ય ઠેકાણે મુકવામાં આવ્યાં હતાં.

પરંતુ, છ મહિના બાદ આચાર્ય હસમુખભાઈ અને શિક્ષિકા મિત્તલબેન એકાએક અંબાવ પે-સેન્ટરમાં હાજર થયાં હતાં. જેને પગલે ગ્રામજનો અચંબામાં મુકાયાં હતાં. ગ્રામજનોએ આ અંગેની તપાસ કરતાં આચાર્ય અને શિક્ષિકાને પુનઃ અંબાવ પે-સેન્ટર શાળામાં મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. રોષે ભરાયેલાં ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરી હતી અને આચાર્ય-શિક્ષિકાને હાજર નહીં થવા દેવા માંગ ઉચ્ચારી હતી. જેથી ગામમાં ભારે હોબાળો મચ્યો હતો. આચાર્ય અને શિક્ષિકાએ રૂપિયાના જોરે પરત અંબાવ પે-સેન્ટરમાં બદલી કરાવી હોવાનાં ગંભીર આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યાં હતાં.

ત્યારે, શાળાનું વાતાવરણ ફરી ખરાબ ન થાય તે માટે અંબાવ એસ.એમ.સી કમીટીએ એક ઠરાવ પસાર કરી આચાર્ય હસમુખભાઈ અને શિક્ષિકા મિત્તલબેનને શાળામાંથી જુના હુકમ મુજબ પાછા મુકવા માંગ કરી છે. તેમજ જો આ માંગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે તેવું એસ.એમ.સી કમિટી તેમજ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગ દોડતું થયું હતું. તાલુકા શિક્ષણાધિકારી તુરંત જ અંબાવ ગામે દોડી ગયાં હતાં અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ભારે વિરોધને પગલે આચાર્ય રજા પર ઉતરી ગયાં હોવાનું પણ જાણવા મળેલ છે. ખેડા જિલ્લાની ગ્રામ્ય શાળાઆેમાં છેલ્લા કેટલાંક સમયથી શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. જેના પગલે આવા બનાવમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ઉપર લેવલે નાણાંની રેલમ છેલમ કરાઈ છે?
અંબાવની પ્રાથમિક શાળાના વાલીઆેઅે ખુલ્લાે આક્ષેપ કર્યાે હતાે કે, સજામાં બદલી થયેલા પ્રિન્સીપાલ અને શિક્ષિકા બહેને ફરી અહીં શાળામાં નિમણુંક મેળવવા માટે ઉચ્ચ કક્ષાઅે પૈસા ખવડાવવામાં આવ્યા છે. અને માેટાપાયે આેળખાણાે, લાગવગનાે ઉપયાેગ કરવામાં આવ્યાે છે. સાથાે સાથ પૈસાની રેલમછેલમ કરી બદલીઆે અટકાવી મુળ સ્થાને નિમણુંક આપવામાં આવી છે.

Most Popular

To Top