SURAT

શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન-ડોક્ટર સામે નર્સ દ્વારા છેડતીના ગંભીર આક્ષેપ

સુરત : શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી પરમ (Param) સુપર સ્પેશીયાલીસ્ટ (super specialist) હોસ્પિટલના એમએસ ઓર્થોપેડિક તબીબ ડો ચેતન પટેલ (Dr.Chaten Patel) દ્નારા તેમને ત્યાં કામ કરતી મહિલા નર્સને (Nurse) સતત લવના વોટસઅપ મેસેજ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હોવાનો મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમાં સાંજના સાત વાગ્યે એકવીસ વર્ષીય નર્સ દ્વારા તેના વોટસઅપ બતાવવામાં આવ્યા હતા. તેમાં ડો ચેતન પટેલ દ્વારા તેમના મેસેજ ડીલીટ કરી નાંખવામાં આવ્યા હતા પરંતુ તેઓએ આ ગંભીર મામલે કેટલાક સ્ક્રીન શોર્ટ સાચવ્યા હોવાની વાત કરી હતી. આ મામલે તબીબ સતત હેરાન કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

શારિરીક અડપલા કર્યો હોવાના આક્ષેપ
નર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે તેઓની આર્થિક સ્થિતી સારી નથી. આ બાબતથી તબીબ ડો ચેનત પટેલ વાકેફ હતા તેઓ સતત તેમની સાથે શારિરીક અડપલા કરતા હતા. ફોન પર તુ કયારે મલે છે કહીને તેઓને સતત મેસેજ કરતા હતા. તેથી તેઓ દ્વારા કંટાળીને મહિધરપુરા પોલીસમથકમાં મેસેજ મોકલવામાં આવ્યા હતા. તેઓએ તબીબ ચેતન પટેલને આમ ન કરવા સમજાવ્યુ હોવાી છતા તેઓ સુધર્યા ન હતા.

પોલીસે ઉલટ તપાસ કરી
પીઆઇ ચૌધરીએ જણાવ્યુકે હાલમાં તેઓની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. તબીબ દ્વારા મેસેજ ડીલીટ કરી નાંખવામાં આવ્યા છે. તેઓ દ્વારા નર્સ અને ડો ચેતન પટેલને સાથે બેસાડીને ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યુ છે. હાલમાં તેઓએ ફરિયાદની અરજી લઇ લીધી છે.

પૂરાવા ન હોવાની વાત કરવામાં આવી
નર્સના પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પોલીસ તપાસ કર્યા વગરજ તબીબના ખોળામાં બેસી ગઇ છે. તેઓ વોટસઅપ મેસેજ રીકવર કરેતો ડીલીટ થયેલા મેસેજમાં ડો ચેતન પટેલે કરેલા તમામ મેસેજની પોલ ખૂલી જાય તેમ છે. પોલીસ આ મામલે ઉલટ તપાસના નામે નાટક કરી રહી છે.

શું કહે છે ઓર્થોપેડિક તબીબ ડો ચેતન પટેલ
ડો ચેતન પટેલે આ મામલે પોલીસ મથકમાં કાઇ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો.

Most Popular

To Top