Dakshin Gujarat

પલસાણાની આ હોટલ પાસે મહિલા દારૂનો જથ્થો ભરાવી રહી હતી અને પોલીસ પહોંચી ગઈ

પલસાણા: (Palsana) પલસાણા પોલીસ (Police) પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે પલસાણાની સીમમાં એક હોટલની (Hotel) પાછળના ભાગે વિદેશી દારૂના (Alcohol) જથ્થાનું કાર્ટિગ થઇ રહ્યું છે. જેના આધારે પોલીસે સ્થળ ૫૨ જઇ રેઇડ કરતાં ૧ લાખથી વધુના દારૂ (Liquor) સાથે મહિલા સહિત બેને પોલીસે ઝડપી પાડી અન્ય બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • પલસાણાની હિમાલયા હોટલ પાસે દારૂ કાર્ટિંગ કરતી મહિલા સહિત બે ઝડપાયાં
  • પોલીસે સ્થળ ૫૨ જઇ રેઇડ કરતાં ૧ લાખથી વધુના દારૂ સાથે મહિલા ઝડપાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસમથકની ટીમ શનિવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણા ગામની સીમમાં આવેલી હિમાલયા હોટલની પાછળની ભાગે વિદેશી દારૂનું કાર્ટિંગ થઇ રહ્યુ છે. જેના આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ-૯૪૯ કિં.રૂ.૧૦૦૯૦૦, નંબર વગરની એક મોપેડ કિં.૪૦ હજાર, મોબાઇલ નંગ-૫ કિંમત પ૦૦ રૂ. તથા રોકડા રૂ.૨૭૦ મળી કુલ ૧,૪૧,૬૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ પરથી ગીતા હીરા પટેલ (ઉં.વ.૪૩) (૨હે., વાંચલા ફળિયા, મરોલી, તા.ગણદેવી) તથા અર્જુન બાબુ રામ ભંડારી (ઉં.વ.૧૯) (૨હે., કચ્છીગામ, નાની કોટીવા૨, દમણ)ને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર રાજુ પટેલ (રહે., બલીઠા, જિ.વલસાડ) તથા દારૂનો જથ્થો મંગાવનાર રેશ્મા મુનાખાન મોહરમ અલી (રહે., પલસાણા શોપિંગ સેન્ટર)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

પલસાણામાં દારૂ સાથે બે મહિલા ઝડપાઈ
પલસાણા: પલસાણા પોલીસે બાતમીના આધારે બલેશ્વરની સીમમાં તાતીઝઘડા ગામે જવાના કટ પાસેથી બે મહિલાને ૩૧ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના બલેશ્વ૨ ગામની સીમમાં તાતીઝઘડા ગામના કટ પાસે બે મહિલા વિદેશી દારૂના જથ્થા સાથે ઊભી છે. જેના આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં રમીલા રમેશ વસાવા (ઉં.વ.૫૧) (૨હે., અમરોલી, હળપતિવાસ મેઇન રોડ, જલારામ મંદિર, સુરત) તથા નિર્મલા સુભાષ વસાવા (ઉં.વ.૩૧) (૨હે., છાપરાભાઠા, તાડવાડી ઝૂપડપટ્ટી, સુરત શહેર)ને કપડાંના થેલાઓમાં ભરેલા વિદેશી દારૂ કિં.૩૧,૬૨૫ સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top