Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં હીન કૃત્ય થયું છે. હવસખોર નરાધમે 12 વર્ષના માસૂમ બાળક લલચાવી ફોસલાવી ત્યાર બાદ ધમકાવી સૃષ્ટિ (Rape) વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. પોલીસે નરાધમને પકડી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ધૂળેટીના દિવસે બની હતી. 12 વર્ષીય બાળક બપોરે સોસાયટીમાં રમતો હતો ત્યારે નરાધમે બાળકને સાયકલ ફેરવવાની લાલચી આપી હતી. ત્યાર બાદ મોપેડ પર બેસાડી નજીકના ખંડેર જેવા મકાનમાં લઈ ગયો હતો. બાદમાં નરાધમે કાતર જેવું હથિયાર બતાવી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

દુષ્કર્મ કર્યા બાદ નરાધમે બાળકને ધમકી આપી હતી કે કોઈને કહ્યું તો જાનથી મારી નાંખશે. દરમિયાન બનાવની જાણ બાળક ના પિતાને થતા પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ફરિયાદને આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધૂળેટીના દિવસે શું થયું?
જે બાળક સાથે દુષ્કર્મ થયું તે પાંડેસરા આવાસ પાસે રહેતો હોવાનું અને ધોરણ-7માં અભ્યાસ કરતો હોવાની વિગતો બહાર આવી છે. ધૂળેટીના દિવસે તે ઘર નજીક બપોરના ચારેક વાગ્યાના અરસામાં ધુળેટી રમી રહ્યો હતો. ત્યારે આ બાળક પાસે નરાધમ અમીત પાંડે મોપેડ લઈને આવ્યો હતો. બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપીને મોપેડ પર બેસી જવા કહ્યું હતું. બાળકે બેસવાની ના પાડતા નરાધમ બાળકની પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો અને ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર પે વાપસ આતે હે તેમ કહી લઈ ગયો હતો. નરાધમ બાળકને નજીકમાં આવેલી પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો.

ખંડેર મકાનમાં લઈ ગયા બાદ મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં યુવકે કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપીને બાળક સાથે બળજબરીપુર્વક અશ્લીલ કૃત્ય કરાવ્યું હતું. ત્યાર બાદ આ નરાધમે સૂષ્ટિ વિરુધ્ધનું કૂત્યુ આચર્યું હતું. કિશોરને દુ:ખાવો થતા નરાધમ અમીત પાંડેએ તેને ચિલ્લાયેગા તો માર ડાલુંગા કહી છોડી મુક્યો હતો અને જતા જતા કિસી કો બતાના મત વરના માર ડાલુંગા જેવી ધમકી આપી હતી.

પિતાને મકાન ખાલી કરી બીજે જતા રહેવા બાળકે કહ્યું, પછી થયો ખુલાસો
નરાધમની ધમકીથી બાળક ગભરાઈ ગયો હતો. બાળકે ઘરે આવી ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જતા રહેવા પિતાને કહ્યું હતું. પિતાએ બાળકની વાત પર ધ્યાન આપ્યુ ન હતું. જોકે બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પુછતા બાળકે તમામ હકીકત તેના પિતાને કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે પિતાને જાણ થતા પિતાએ તાત્કાલિક પાંડેસરા પોલીસને ફરિયાદ કરી હતી.

પોલીસે નરાધમને પકડ્યો
પિતાની ફરિયાદ બાદ પાંડેસરા પોલીસે બાળકના ઘર નજીકથી નરાધમ અમિત પાંડેને પકડ્યો હતો. એસીપી ઝેડ. આર. દેસાઈએ કહ્યું કે સાઇકલ ફેરવવાની લાલચ આપી આરોપી અમિત પાંડેએ અવાવરું જગ્યાએ આવેલા ખંડેર મકાનમાં લઈ જઇ બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી બેરોજગાર છે. બાળકને કાતર જેવું હથિયાર બતાવી ડરાવી ધમકાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે.

To Top